નરેન્દ્ર સાબુ સહિતના જુદા જુદા ટ્રસ્ટમાંથી લાખો રૂપિયા ઉછીના લઈ બિલ્ડરો દ્વારા છેતરપિંડી

0
18

મુંબઈના ચાર બિલ્ડરો વિરુદ્ધ સુરત પોલીસમાં ફરિયાદ
સુરત, તા. ૧૧
શાંતાઈ એક્ઝિમ લિમિટેડના બિલ્ડરોએ ફરિયાદી નરેન્દ્ર સાબુના ત્રણ ટ્રસ્ટમાંથી રૂપિયા ૨૫ લાખ મેળવી પરત રૂપિયા નહીં આપી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મજૂરાગેટ વિજયનગરમાં રહેતા નેરન્દ્ર રામ અવતાર સાબુએ આરોપી (૧) હરિશ ફળનદાસ સાવલા) (૨) કિરણ નહરી દોશી (૩) વાસુદેવ ફળનદાસ સાવલા (૪) વિરલ સૂર્યકાન્ત વોરા (ડિરેક્ટર, શાંતાઈ એક્ઝિમ લિ., કનૈયા બિલ્ડિંગ મુંબઈ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઅોએ ષડયંત્ર રચી કન્સ્ટ્રકશનના ધંધામાં મંદી હોવાનું જણાવી ફરિયાદીના નરેન્દ્ર ટ્રસ્ટ અનુવર્મા ટ્રસ્ટ, મનભરી ટ્રસ્ટમાંથી કુલ્લે રૂપિયા ૨૫લાખ આરોપીઓએ કંપનીના બેન્ક એકાઉન્ટમાં મેળવ્યા હતા. જે રૂપિયા આરોપીઓએ પરત નહીં ચૂકવી ઓફિસ બંધ કરી નાસી ગયા હતા. સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કરી પોસઈ સીએચ પનારાએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY