ક્યારેય અનામત, ક્યારેય મોંઘવારી તો ક્યારેય અન્ય મુદ્દાને લઇને કોઇ પાર્ટી અથવા તો કોઇ સંગઠન દ્વારા બંધની જાહેરાત કરવાની બાબત હવે સામાન્ય બની ગઇ છે.
નાના નાના મુદ્દા પર પણ ભારત બંધનુ એલાન આપી દેવામાં આવે છે. આવા બંધના કોઇ લાભ છે કે કેમ તેને લઇને હવે ચર્ચા છેડાઇ ગઇ છે. કહેવા માટે તો પ્રજાને તેમના પ્રશ્નોને જારદાર રજૂ કરવાના ઇરાદા સાથે આ રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા ભારત બંધની હાકલ કરવામાં આવે છે. જા કે આનાથી બિલકુલ અલગ સ્થતી હમેંશા સર્જાઇ જાય છે. કહેવા માટે તો જનતાને રાહત આપવા માટેના ઇરાદા સાથે બંધ રાખવામાં આવે છે પરંતુ આનાથી વિપરિત કામ થાય છે. ંધનુ એલાન આપનારને ચોક્કસપણે શÂક્ત પ્રદર્શન કરવાની તક મળી જાય છે. જા કે સામાન્ય પ્રજાને તો હવે બંધ પોષાતુ નથી. બંધના કારણે સામાન્ય લોકોને જ તકલીફ પહોંચે છે. બંધની બાબત હવે લાગે છે કે સામાન્ય બની ગઇ છે. ક્યારેય શહેર બંધ રાખવામાં આવે છે તો ક્યારેય પ્રદેશ બંધ રાખવામાં આવે છે.
બંધનો અર્થ સાચા અર્થમાં કારોબાર ઠપ કરવાની બાબત હોય છે. છેલ્લા ચાર દિવસમાં જ બે વખત ભારત બંધ રાખવામાં આવ્યુ છે. ભારત બંધના કારણે જે સ્થતી ઉભરીને સપાટી પર આવી છે તે એ છે કે આખરે શુ પોતાની માંગણીને મનાવી લેવાનો આ જ વિકલ્પ રહ્યો છે. હકીકતમાં આવા બંધની હાકલ ભલે કોઇ પણ રાજકીય પાર્ટી અથવા તો સંગઠન દ્વારા કરવામાં આવે પરંતુ આના કારણે સમગ્ર દેશ વિકલાગતાની સ્થતીમાં આવી જાય છે. શિક્ષણ વ્યવસ્થા ઠપ થઇ જાય છે. કારોબાર ઠપ થઇ જાય છે. પરિવહનના સાધન બંધ કરી દેવામાં આવે છે. જનતાને આવા બંધના કારણે કોઇ રાહત મળવાના બદલે તેમને વધારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. બંધનુ એલાન કરનાર આવા લોકોને શÂક્ત પ્રદર્શન કરવાની તક ચોક્કસપણે મળે છે. બંધનો અર્થ તો એ થઇ ગયો છે કે જ્યા જુઓ ત્યાં હંગામા અને તોડફોડ હોય છે. હિંસક દેખાવ હોય છે. સરકારી સંપત્તિને નુકસાન કરવામાં આવે છે.
આ તો એ વખતે થઇ રહ્યુ છે કે જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ બંધ અને હડતાળની સામે વાંધો ઉઠાવ્યો છે અને કેટલીક વખત પ્રતિકુળ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે કોઇને નોકરીના સ્થળ પર પહોંચવામાં તકલીફ પડે છે. કોઇને નોકરીના સ્થળ પર જવાથી રોકી શકાય નહી. વેપારી પેઢી અને દુકાનો તેમજ સ્કુલોને બંધ કરવાની ફરજ પાડી શકાય નહી. કોઇના પરિવહનના સાધનોને રોકી શકાય નહી. પરંતુ અમારા ત્યાં તો એવુ લાગે છે કે કાયદા બને છે જ એટલા માટે કે તેને તોડવામાં આવે. જ્યારે સુપ્રીમ કોર્ટની પણ કોઇને પરવાહ નહી ત્યારે આશા કોની પાસેથી રાખી શકાય છે. અરાજકતાનો દોર કોણ રોકશે તે બાબતને લઇને દેશમાં ચર્ચા છે. ટ્રેનો પર પથ્થરમારો, માર્ગો પર ટાયર સળગાવી દેવાની બાબત, વાહનોમાં તોડફોડ આવા કૃત્ય છે જેને માફ કરી શકાય નહી. આના કારણે જનજીવન અસ્ત વ્સસ્ત થઇ જાય છે. એમ કહી શકાય છે કે પોતાની માંગોને લઇને આંદોલન કરવાનો તમામને અધિકાર છે.
પહેલી બાબત તો એ છે કે આવા બંધને સમર્થન મળતુ નતી. સામાન્ય દિવસોના ગાળામાં બંધને રોકવામાં આવા તે પણ જરૂરી છે. બંધના કારણો ચોક્કસ હોવા જાઇએ. બંધ વારંવાર પાળવા ન પડે તે માટે પણ પગલા લેવા જાઇએ. કોઇને કોઇ રસ્તા સામાન્ય લોકોની માંગણીને દુર કરવા માટે પણ શોધવા જાઇએ. જા બંધ દરમિયાન નુકસાન થાય છે તો તેની ભરપાઇ સંબંધિત સંગઠન અને રાજકીય પક્ષોથી કરવામાં આવશે તેવી કઠોર જાગવાઇને પણ અમલી કરવાની જરૂર છે. સામાન્ય રીતે તો અહિંસક આંદોલન જ તમામ સમસ્યાનો ઉકેલ છે. આવા બંધથી શુ ફાયદો છે જેના કારણે બાળકોના શિક્ષણ પર અસર થાય, નોકરી પર જતા લોકોને રોકવામાં આવે અને વેપારી પેઢી અને કારોબારને ઠપ કરી દેવામાં આવે. આના કારણે અરાજકતા સર્જાશે. બંધના કારણે દેશના સામાન્ય લોકોને વધારે તકલીફ થઇ હતી. જનજીવન પર પર અસર થઇ રહી છે. દરરોજ કમાણી કરીને આજીવિકા ચલાવનાર લોકોને આના કારણે વધારે તકલીફ થાય છે. તેમના બાળકોની સામે તકલીફ થાય છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




