ભોપાલ,તા.૧૧
દેશની સૌથી વૃદ્ધ સિંહણ ૨૬ વર્ષીય જમુનાનું મલ્ટી ઓર્ગન ફેલ્યરના કારણે મૃત્યુ થયું છે. વન વિહાર નેશનલ પાર્કમાં સિંહણ જમુનાનું રવિવારે સવારે ૬ વાગ્યે મૃત્યુ થયું હતું. જમુના ૧૭ વર્ષની ઉંમરે વન વિહાર નેશનલ પાર્કમાં લાવવામાં આવી હતી. તેને વર્ષ ૨૦૧૦માં છત્તીસગઢના બિલાસપુરથી વન વિહાર નેશનલ પાર્ક લાવવામાં આવી હતી.
વન વિહાર નેશનલ પાર્કના ડાયરેક્ટર સમીતા રાજોરાએ જણાવ્યું કે, રવિવારે સવારે ૬ વાગે જયારે સિંહણની સંભાળ કરતી ટીમ તેના કોટ પાસે પહોંચી ત્યારે તેના શરીરમાં કોઇ હલચલ જોવા મળી ન હતી. ત્યારબાદ વન્યપ્રાણી ડોક્ટર ડો.અતુલ ગુપ્તાને બોલાવવામાં આવ્યા હતા. ડાક્ટરની તપાસ બાદ જમુનાને મૃત જાહેર કરવામાં આવી હતી. વન વિહારના ડો.અતુલ ગુપ્તા અને ડો.અમોલ નરવાડેની ટીમ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાયું હતું. પ્રાથમિક રિપોર્ટમાં મોતનું કારણ મલ્ટી ઓર્ગન ફેલ્યર જણાવવામાં આવ્યું છે.
પાર્કના ડાયરેક્ટર સમિતા રાજારાએ જણાવ્યું કે જમુના સરેરાશ ઉંમર કરતા વધુ જીવીત રહી તેનું મુખ્ય કારણ તેની સંભાળ અને ડાયેટ છે. તેનું અહીં રોજિંદા મેડિકલ ચેકઅપ કરવામાં આવતું હતું. તેના આંખોનું તેજ, ??કેટલું ખાધું અને કેટલું છોડ્યું, તેનું દૈનિક મોનિટરીંગ કરવામાં આવતું હતું. બીમાર થવા પર તેને વિટામિન અને મિનરલ્સ પણ આપવામાં આવતા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



