યુવતીએ વીડિયો કોલ દરમિયાન માથા પર મૂકી રિવોલ્વર, ગોળી વાગતા મોત

0
12

ભોપાલ,તા.૧૨
મધ્યપ્રદેશમાં એક ૨૧ વર્ષની યુવતીએ પિતાની રિવોલ્વરથી રમતા રમતા પોતાની જાતને ગોળી મારી દીધી. આ દરમિયાન તે પોતાના એક મિત્ર સાથે વીડિયો કોલ કરી રહી હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. છોકરીના ભાઇને બહેન ખૂનમાં લથપથ મળી હતી. આ ઘટના ગ્વાલિયરની છે. કરિશ્મા યાદવ રશિયન રોલેટની રિવોલ્વરની ગેમ રમી રહી હતી. આ જાનલેવા અને વિવાદિત ખેલ દરમિયાન વ્યક્તિ રિવોલ્વરમાં એક ગોળી નાંખીને ટ્રિગર દબાવે છે. જો રિવોલ્વરમાં છ ચેમ્બર હોય અને એક ગોળી. રમનારને છે માંથી એક જ વાર ગોળી વાગવાનો ખતરો હોય છે.
આ છોકરીનો ભાઇ માર્કેટ ગયો હતો. જ્યારે તે આવી તો બહેન લોહીલુહાણ હાલતમાં મળી. છોકરીનો ભાઇ તેને હોસ્પિટલ લઇ ગયો. એમઆરઆઈ સ્કેનમાં જાણવા મળ્યું કે એક બુલેટ તેના માથામાં વાગી છે.
આ ઘટના સમયે તેના પિતા કે જે નિવૃત્ત પોલીસ અધિકારી છે તે બહાર ગામ ગયા હતાં. ઘટના સમયે કરિશ્મા તેના મિત્ર સાથે વીડિયો ચેટ કરી રહી હતી. તેના મિત્રએ કહ્યું કે, “કરિશ્માએ પોતાના માથા પર રિવોલ્વર મુકી અને કહ્યું કે હું પોતાની કિસ્મત આજમાવવા માંગુ છું.” મિત્રએ કહ્યું કે તે પછી ઇન્ટરનેટ કનેક્શન ડિસકનેક્ટ થયું હતું એટલે તે જાણી ન શક્્યો કે તે પછી શું થયું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY