વાહન ચાલકો પર વધુ બોજ, ૨૦૩૦ સુધી મુંબઇ-પુણે એક્સપ્રેસ-વે પર વસૂલાશે ટોલ

0
8

મુંબઈ,તા.૧૨
મુંબઇ-પુણે એક્સપ્રેસ-વે પર ટોલ વસૂલ કરનાર કંપનીને કરોડો રૂપિયાનો નફો થયો હોવા છતા એક્સપ્રેસ-વે નો ઉપયોગ કરતા મુસાફરો માટે ટોલમાં કોઇ રાહત અપાઇ નથી. મુંબઇ સરકારે મુંબઇ હાઇકોર્ટમાં આ અંગે આપેલા સોંગદનામામાં સ્વિકાર્યું હતું કે હિસાબમાં ગરબડને કારણે મહેસ્કર ઇન્ફ્રા લિમિટેડ કંપની ૨૦૧૯ સુધી અને મહારાષ્ટ્ર સરકાર (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલેપમેન્ટ કોર્પોરેશન ) ૨૦૩૦ સુધી મુંબઇ-પુણે એક્સપ્રેસ-વે પર ટોલની વસૂલાત કરશે. સરકારે આ નિર્ણય માટે કપંની સાથે પહેલાંથી કરાયેલા કરારને જવાબદાર ગણાવ્યો હતો.
સરકારે ઁઉડ્ઢ વિભાગને માહિતી આપી હતી કે મુંબઇ-પુણે એક્સપ્રેસ-વે બન્યો ત્યારથી જૂન ૨૦૧૮ સુધી ૫૭૬૩ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. પરંતુ ટેન્ડરિગ સમયે આ આંકડો ૪૩૩૦ કરોડ આંકવામાં આવ્યો હતો. મતલબ કે અત્યાર સુધી ટોલ કંપનીને ૧૪૩૩ કરોડ રૂપિયાનો નફો થયો છે.
આ પહેલાં મુંબઇ-પુણે એક્સપ્રેસ-વે પર રોજ ૯૩ હજાર વાહનો પસાર થવાનું અનુમાન કરાયું હતું પણ સાચા આંકડા મુજબ લગભગ ૧ લાખ ૨૬ હજાર વાહનો પસાર થાય છે. વધારાનો ટોલ વસૂલ કરવાના વિરોધમાં મુંબઇ હાઇકોર્ટમાં લોકહિત અરજી પણ કરવામાં આવી હતી. જેની સુનાવણી ૨૭ સપ્ટેમ્બરે થવાની છે.
સરકારની જાહેરાત પર અરજીકર્તા પ્રવીણ વાટેગાંવકે આક્ષેપ કર્યો હતો કે ટોલ વસૂલ કરવાનો લક્ષ્યાંક સમાપ્ત થઇ ગયો હોવા છતા લોકો પાસેથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે અને રાજ્ય સરકાર અયોગ્ય રીતે તિજારી ભરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY