હીરા દલાલ પાસેથી ૪૮.૧૯ લાખના હીરા લઈ ૩ વેપારીએ હાથ ઉંચા કર્યા

0
114

મહિધરપુરા પીપળા શેરી ખાતે ઓફિસ ધરાવતા હીરા દલાલ પાસેથી રૂ. ૪૮.૧૯ લાખના તૈયાર હીરા લઈ જઈ ત્રણ વેપારીએ પેમેન્ટ કર્યુ ન હતું. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં મોટા વરાછા ઉતરાણ પાવર હાઉસની સામે વ્હાઈટ હાઉસ એપાર્ટમેન્ટ ડી/૪૦૧ માં રહેતા હીરા દલાલ રાઘવભાઈ સવજીભાઈ ઈટાલીયાની ઓફિસ મહિધરપુરા પીપળા શેરી શુભમ બિલ્ડીંગ ખાતે આવેલી છે. ગત ૯ મીના રોજ ત્રણ હીરા વેપારી દિપકભાઈ વજુભાઈ બોદરા (રહે. ૩૦૨, ગઢપુર ટાઉનશીપ, પાસોદરા, સુરત), ભરતભાઈ જગુભાઈ ગીડા (રહે. દાનેવકૃપા, ગણેશવાડી, શેરી નં.૨, ગેસ ગોડાઉન પાછળ, સાવરકુંડલા, અમરેલી) અનેરાજુભાઈ પુનાભાઈ ભાદાણી (રહે. ૮૦૪/બી, પાલી હિલ એપાર્ટમેન્ટ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત) રૂ. ૪૮,૧૮,૭૩૨ ની કિંમતના ૨૧૮-૦૮ કેરેટના તૈયાર હીરાના ૬ પેકેટ લઈ ગયા હતા. ત્રણેય વેપારીએ હીરા વેચાણનું પેમેન્ટ નહીં કરતા આ અંગે રાઘવભાઈએ ગતરોજ મહિધરપુરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઈ એચ.એમ.ગોહિલ કરી રહ્યાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY