સુરતમાં ભાજપ કોર્પોરેટરના ઘર સામે વિશાળકાય ભૂવો પડ્યો

0
12

સુરત,તા.૧૨
રોડ કોન્ટ્રાક્ટરો ફક્ત લીપાપોતી કરી રસ્તાની કામગીરી કરતા હોય છે પરિણામે સર્વિસ રસ્તાઓમાં ભુવા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. જ્યાં સુરતમાં આવી જ કંઈક ઘટના બની છે. નાનપુરા માછીવાડ વિસ્તારમાં સમી સાંજે હજારોની સંખ્યામાં અવર-જવર કરતા સર્વિસ રસ્તામાં અચાનક ભુવો પડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ભાજપ કોર્પોરેટર પ્રવિણ કહારના ઘર સામે ભૂવો પડ્યો હતો.
સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાના પગલે સુરત મનપાના અધિકારીઓ, ફાયર વિભાગ સહિત સ્થાનિક કોર્પોરેટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જા કે મનપા કોન્ટ્રકટરોની ગંભીર બેદરકારી કહો કે પછી રસ્તા બનાવવા પાછળ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની લોકચર્ચા ઉઠવા પામી છે.
સુરતમાં ચોમાસાનું જાર હાલ જ ઘટ્યું છે. શહેરના રસ્તાઓમાં ભુવા પડવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. જેની પાછળ ક્્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. મંગળવારની સમી સાંજે સુરતના નાનપુરા વિસ્તારમાં પણ કંઈક આવી જ ઘટના બનવા પામી છે. નાનપુરા સ્થિત માછીવાડ ખાતે આવેલ સર્વિસ રસ્તામાં અચાનક વિશાળ ભુવો પડતા સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. અહીંથી પસાર થતા વાહન ચાલકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા.
ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ફાયર વિભાગ તેમજ સ્થાનિક કોર્પોરેટર પણ સ્થળ પર દોડી આવ્યા હતા. રસ્તામાં પડેલ ભુવાનો ભાગ ખસેડવા ત્નઝ્રમ્ની મદદ લેવામાં આવી હતી. જ્યાં કોઈ જાનહાની ન થતા તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો. બીજી તરફ અસંખ્ય લોકોની અવર-જવર વચ્ચે રસ્તામાં ભુવો પડવાની આ ઘટના નજીકના ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY