મુંબઈ,તા.૧૩
કોંગ્રેસના મુંબઇ એકમના પ્રમુખ સંજય નિરુપમે એક વિવાદિત નિવેદન આપ્યું હતું. મહારાષ્ટ્રની સ્કૂલોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જિંદગી ઉપર બનેલી સોર્ટફિલ્મ જાવાના રાજ્ય સરકારના નિર્ણયની આલોચના કરી હતી. તેમણે મોદીને નિરક્ષર ગણાવ્યા હતા. બીજેપી નેતાએ નિરુપમના આ નિવેદનનો ભારે વિરોધ કર્યો હતો. બીજેપીના મહારાષ્ટ્ર એકમના પ્રવક્તા શાહના એનસીએ નિરુપમને માનસિક રીતે વિક્ષિપ્ત ગણાવ્યા હતા.
કોંગ્રેસના નેતા નિરુપમે એક સમાચાર ચેનલને કહ્યું હતું કે, બળજબરી ફિલ્મ બતાવવાના નિર્ણય ખોટો છે. બાળકોને રાજનીતિથી દૂર રાખવા જાઇએ. મોદી જેવા અશિક્ષિત અને નિરક્ષર વ્યક્તિ પર બનેલી ફિલ્મ જાઇને બાળકો શું શીખશે?
નિરુપમે કહ્યું હતું કે,બાળકો અને લોકોને એ પણ નથી ખબર કે વડાપ્રધાન પાસે કેટલી ડિગ્રીઓ હશે. ત્યારબાદ પોતાના નિવેદન અંગે પૂછવા અંગે નિરુપમે પત્રકારો કહ્યું કે સત્તાધારી પાર્ટીએ દરેક શબ્દ ઉપર વાંધો ઉછઠાવવાની કોઇ જરૂર નથી. લોકતંત્રમાં વડાપ્રધાન ભગવાન નથી હોતા.
નિરુપમની ટિપ્પણી ઉપર પ્રતિક્રિયા આપતા આનિા એનસીએ ટિ્વટ કર્યું હતું કે, “માનસિક રૂપથી વિક્ષિપ્ત સંજય નિરુપમ દ્વારા એક વધુ અપ્રિય ટિપ્પણી. સંભવતઃ ભૂલી ગયા છે કે નરેન્દ્ર મોદી ૧૨૫ કરોડ ભારતીયો દ્વારા ચૂંટાયા છે જે અભણ નથી.
મહારાષ્ટ્રના બીજેપી સાંસદ અનિલ શિરોલેએ ટ્વીટ કર્યું હતું કે, “વડાપ્રધાન એક પાર્ટી પ્રતિનિધિ નથી. તેઓ દેશના અને દેશવાસીઓના વડાપ્રધાન છે. સંજય નિરુપમે અમારા વડાપ્રધાનનું અપમાન કરીને તેમણે દેશનું અપમાન કર્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





