અંકલેશ્વર શહેરના હાઈવે પરની નવજીવન હોટેલ પાસેથી ટ્રકમાંથી લાખો રૂપિયાના કાપડની ચોરી

0
87

ભરૂચ,
અંકલેશ્વર શહેરના હાઈવે પર આવેલ નવજીવન હોટેલ પાસે કોલ્હાપુરથી અમદાવાદ જતી કાપડ ભરેલી ટ્રકમાંથી મોડીરાત્રે તાડપત્રી કાપીને કાપડની ગાંસડીઓ લઈ જવા પામ્યા છે સાત ટન જેટલો માલ ચોરી થવાથી આ અંગે તાલુકા પોલીસ મથકે ટ્રક ડ્રાઈવર બેલી રામ મોહર સિંગ થોરી એ ફરિયાદ આપતા ટ્રકમાંથી આસરે ૧૦,૦૦૦૦૦ લાખ રૂપિયા ના
કાપડની ચોરી થતા તાલુકા પોલીસ ના પી.એસ.આઇ દેશલે સ્ટાફ જોડે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ લોકલ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ ઘટનાં સ્થળે ખાતે દોડી આવીને સીસીટીવીના ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી હતી. આ ચોરીન હાઇવેની કુખ્યાત ગેંગના લોકોએ કરી હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.અંદાજે
૧૦,૦૦૦૦૦ લાખ રૂપિયાની ચોરી થયા હોવાનું ડ્રાઇવર દ્વારા જણાવાયું.અંકલેશ્વર તાલુકા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચ ની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY