જામનગરમાં ચોકીદારની કારમી હત્યા કરી ચોરીને અંજામ આપનારો ઝડપાયો

0
13

જામનગર,તા.૧૩
જામનગરના ભારે ભીડભાડવાળા વિસ્તાર એવા ખંભાળિયા ગેટચોકીથી ૧૦૦ મીટરના અંતરે આવેલ ડો.બક્ષીના બંગલામાં ચોકીદારની હત્યા નીપજાવી અને ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર આરોપીને પોલીસ બિહારથી પકડી લાવી છે.
તા. ૨-૯-૧૮ના રોજ બંગલાના વૃદ્ધ ચોકીદારની હત્યા નીપજાવી અને લૂંટ કરી ફરાર થઇ ગયેલા આરોપી બિહારી શખ્સને પોલીસે ઝડપી પડ્યો છે. હત્યાનો આરોપી આ જ બંગલામાં દિવસના ચોકીદાર તરીકે ૧૦ દિવસ સુધી રહ્યો હતો, અને તેનો ઈરાદો બંગલામાં કેટલીય તિજારીઓની લુંટ અથવા ચોરી કરવાનો ઇરાદો પ્રથમથી રહ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
બંગલાના મલિક પરિવાર સાથે બહારગામ જઈ રહ્યા હોવાથી તેવોએ પોતાના બંગલાની ચોકીદારી માટે સોની સિક્યુરિટી એજન્સીનો સંપર્ક કર્યો હતો. તેમજ દિવસ માટે ચોકીદારની માગણી કરી હતી અને આરોપી ચોકીદાર તરીકે ગોઠવાઈ ગયો હતો.
ઉલ્લેખનિય છે કે આરોપી રાત્રીના વૃદ્ધ ચોકીદાર સાથે રક્ઝક કરી એક રાત્રે તેને અગાસી ઉપરથી ધક્કો મારી હત્યા કરી રોકડ રકમ અને કાર લઈને નાસી છૂટ્યો હતો. પણ એલસીબીએ તેની સઘન પૂછપરછ કરતાં સંજીતે પોતે જ આ હત્યાને અંજામ આપ્યાની કબુલાત કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરાયેલ કાર સહીતનો રૂપિયા ૬ લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
આરોપી સંજીત બિહારનો હોવા છતાં પણ જામનગરના આધારાકાર્ડ અને સીમકાર્ડ વાપરતો હતો.પોલીસની તપાસમાં એ ગંભીર બાબત પણ સામે આવી છે કે ખુન અને ચોરી કેસનો ઝડપાયેલો આરોપી સંજીત ચૌધરી મૂળ બિહારનો હોવા છતાં પણ જામનગરના કાયમી એડ્રેસનું આધારકાર્ડ પણ ધરાવતો હતો. ઉપરાંત એક નહિ બે નહિ પણ ત્રણ જેટલા સીમકાર્ડ પણ તેને જામનગરના એડ્રેસ પરથી મેળવ્યા હોવાથી હવે પોલીસ તે દિશામાં પણ તપાસ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY