વડાપ્રધાન મોદી પોતાનો જન્મદિવસ સંસદીય ક્ષેત્ર બનારસમાં ઉજવશે

0
8

ન્યુ દિલ્હી,તા.૧૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ૧૭ સપ્ટેમ્બરના રોજ તેમનો જન્મદિવસ પોતાના સંસદિય ક્ષેત્ર બનારસમાં ઉજવશે. આ દરમિયાન તેઓ કાશી વિશ્વનાથના દર્શન પણ કરશે. સાથે બનારસ શહેરમાં અનેક પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન અને નવી યોજનાઓની જાહેરાત કરશે. પીએમ મોદીની ૧૭ સપ્ટેમ્બરના બનારસમાં રહેશે તેવી પ્રાથમિક માહિતી બાદ પોલીસ અને વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. તેથી બનારસના ડી.એમ., એસપીએ બેઠકમાં તૈયારીની સમીક્ષા પણ શરૂ કરી છે.
માહિતીના આધારે ૧૭ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી દર્શન અને પૂજન બાદ શહેરના લગભગ ૫૦૦૦ બાળકો સાથે તેમના જીવનની પ્રેરણાથી સંબંધિત ફિલ્મ ‘ચલો જીતે હૈ’ પણ નિહાળશે. ફિલ્મ જાવાનું સ્થળ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન દીનદયાલ હસ્તકલા સંકુલમાં બાળકો સાથે આ ફિલ્મ નિહાળશે. આ પ્રવાસ દરમિયાન મોદી બાબતપુર-શિવપુર ફોરલેન, રિંગ રોડ ફેઝ વન અને તેના સિવાય બનારસ હિંદુ યુનિર્વસીટીમાં કેટલીક નવી યોજનાઓની શરૂઆત કરશે. પ્રધાનમંત્રી મોદી ટૂંક સમયમાં યોજાવા જઇ રહેલા પ્રવાસી ભારતીય દિવસની તૈયારી સંબંધિત વસ્તુઓની સમીક્ષા કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY