કેલિફોર્નિયા : બંદૂકધારીએ પત્ની સહિત ચાર લોકોની હત્યા કરી પોતાને પણ ગોળી મારી

0
39

કેલિફોર્નિયા,તા.૧૩
અમેરિકાના લોસ એન્જલીસથી ૧૪૫ કિ.મી.ના અંતરે આવેલા બેકર્સફિલ્ડમાં બુધવારે સાંજે સાડા પાંચ કલાકે એક શખ્સે ગોળીબાર કરીને પોતાની પત્ની તેમજ ચાર અન્ય લોકોને ઠાર કરી દીધા હતા. હુમલાખોરે બાદમાં પોતાની છાતી પર ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
કેર્ન કાઉન્ટીના પોલીસ અધિકારી ડોની યંગબ્લડે જણાવ્યું હતું કે ગોળીબારની આ ઘટના સાંજના સાડા પાંચ વાગ્યા આસપાસ બની હતી. બંદૂકધારી શખ્સે પોતાની પત્ની સહિત પાંચ લોકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને બાદાં પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
જા કે આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી. ગમનમેને પોતાના ઘર તેમજ એક ટ્રકિંગ કંપનીમાં મળીને પાંચ લોકોની ગોળી મારી હત્યા કરી હતી.
યંગબ્લડે વધુમાં જણાવ્યું કે, ‘આ કોઈ અચાનક જ કરાયેલો ગોળીબાર નથી. ગોળી વાગતા લોકોનું તાત્કાલિક મોત થયું હતું. શખ્સે સૌપ્રથમ ટ્રકિંગ બિઝનેસ સેન્ટર ખાતે એક શખ્સ અને પોતાની પત્નીને ગોળી મારી દીધી હતી. બાદમાં વધુ એક શખ્સને ઠાર કર્યો હતો.’
ત્યારબાદ ગનમેન પોતાના ઘર તરફ ગયો હતો અને બે અન્ય લોકોને ઠાર કર્યા હતા. તેણે એક કારને હાઈજેક કરી હતી જેમાં એક મહિલા તેની બાળકી સાથે હતી. મહિલા તેની બાળકી સાથે ભાગવવામાં સફળ રહી હતી અને આરોપી ગનમેન કાર ચોરી ફરાર થઈ ગયો હતો. હાઈવે પર પોલીસે તેને આંતર્યો હતો ત્યારે ગનમેને પોતાની છાતિમાં ગોળી મારી લીધી હોવાનું પોલીસે જણાવ્યું હતું. હુમલાખોરનું નામ કેવિન જેનસન નીલ હોવાનું જણાયું હતું જ્યારે તેની બહેને જણાવ્યું હતું કે તેનો ભાઈ પેરેનોઈથી પીડિત હતો. પોલીસે જણાવ્યું હતું કે, હુમલાખોરના પત્ની સાથે સંબંધની જાણકારી મળી હતી જ્યારે અન્ય મૃતકો સાથે કોઈ સંબંધ હતો કે તેમ તે જાણી શકાયું નથી. આ ઘટનાના ૩૦ જેટલા સાક્ષીઓની પોલીસે દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY