નરોડા આત્મહત્યા કેસમાં નવો ખુલાસો પરિવાર સાથે આત્મહત્યા કરનાર વેપારીને પૂર્વ પ્રેમિકાનો આત્મા હેરાન કરતો હતો

0
18

અમદાવાદ,તા.૧૩
અમદાવાદના નરોડા વિસ્તારના વેપારી કૃણાલ ત્રિવેદી અને તેના પરિવારે કરેલી આત્મહત્યાના કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે.
વેપારી કૃણાલ ત્રિવેદીની પત્ની કવિતાની પણ સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવી છે.જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કૃણાલના તેની પૂર્વ પ્રેમિકા સાથે લગ્ન નહોતા થયા અને તેની આત્મા કૃણાલને હેરાન કરી રહી હતી.
કવિતાએ આ સુસાઈડ નોટ પોતાના પિતાને સંબોધીને લખી છે.જેમાં તેણે લખ્યુ છે કે મકાન વેચીને દેવુ ઉતાર્યુ હતુ અને બાકીના પૈસા પુત્રી માટે બચાવીને રાખ્યા હતા.હવે તો પુત્રી શ્રીની સાથે હું આ દુનિયા છોડી રહી છું.મને આ પૈસાની જરુર નથી એટલે હું તમને આપુ છું.બીજી બે બાળકીઓને દસ-દસ હજાર આપવાનો ઉલ્લેખ કવિતાએ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે નરોડામાં હરિદર્શન ચાર રસ્તા પાસે આવેલા અવની સ્કાય એપાર્ટમેન્ટમાં રહેતા કોસ્મેટીકનો વ્યવસાય કરતા કૃણાલભાઇ ત્રિવેદી (ઉ.વ.૫૦) જીવનથી કંટાળીને આખરે પરિવાર સાથે જીવન ટુંકાવવાનું નક્કી કર્યું હતું. જેથી મંગળવારે પોતાના ઘરના મુખ્ય દરવાજાને કામવાળી પાસે બહારથી તાળુ મરાવ્યા બાદ માતાને ઝેરી દવા પીવડાવી હતી અને પોતાના બેડરૃમને અંદરથી બંધ કરીને પત્ની કવિતાબહેન તેમજ પુત્રી શરીનન પણ વંદા મારવાની ઝેરી દવા પીવડાવી હતી પોતે છતની હુકમાં લટકી જઇને પોતે પણ આપઘાત કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY