કોલકાત્તા,તા.૧૩
ચીન ઉત્તર પશ્ચિમ ચીનના કુનમિંગથી પશ્ચિમ બંગાળના કોલકાતા સુધી બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહ્યો છે. આ વાતની જાણકારી બુધવારે ચાઇનીઝ કાઉન્સિલ જનરલ મા જાંગવુએ આપી હતી. તેમણે જણાવ્યું કે, અમે કોલકાતાથી કુનમિંગ સુધી બુલેટ ટ્રેન દોડાવવાની યોજના પર વિચાર કરી રહ્યા છે. આ ટ્રેન મારફતે સમગ્ર એશિયા જાડાઇ જશે.
આ વાત જાંગવુએ ચીન અને ભારત વચ્ચે થયેલી કનેક્ટિવિટી અને વેપાર સંબંધ પર યોજાયેલી પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવી હતી. તેમણે જણાવ્યું કે, જા આ રેલ્વે વાસ્તવમાં શરૂ થઇ શકે તો કુનમિંગ થી કોલકાતા માત્ર ગણતરીના કલાકોમાં જ પહોંચી શકાશે.
જાકે ચીનના રાજદ્વારીએ આ વાતનો ખુલાસો કર્યો નથી કે બુલેટ ટ્રેનનો માર્ગ કયો હશે અથવા તેઓ પ્રસ્તાવિત બીસીઆઇએમ(બાંગ્લાદેશ ચીન ભારત મ્યાનમાર આર્થિક કોરીડોર)નો ઉપયોગ કરશે કે નહી. તેમણે જણાવ્યું કે, બાંગ્લાદેશ અને મ્યાનમારની મદદથી જ આ માર્ગનું નિર્માણ કરવામાં આવશે.
જાંગવુએ વધુમાં જણાવ્યું કે, ભારત એક વધી રહેલી અર્થવ્યસ્થા છે અને ચીન તેના પાડોશીઓ સાથે સારા સંબંધો બનાવવા માંગે છે. તેમણે ભારતીય રૂપિયાની કંગાળ પરિસ્થિતી પર જણાવ્યું કે, રૂપિયાની કિંમત સતત ઘટી રહી હોવા છતાય ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




