અમજાવાજ,તા.૧૪
અમદાવાદમાં રાજદ્રોહ કેસમાં ફસાયેલા હાર્દિક સહિત પાસના આગેવાનો પર કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા ટળી છે અને આગામી ૧૨ ઓક્ટોબરે સુનાવણી હાથ ધરાશે. આજે અમદાવાદની સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાવવાની હતી. હાર્દિક પટેલ અને ચિરાગ પટેલ હાજર રહ્યા હતા. પરંતુ દિનેશ બાંભણીયા ગેરહાજર રહ્યા હતો.
આજે સરકારી વકીલે રજૂઆત કરતા કÌš હતુ કે, પાસના આગેવાનો કેસને ગંભીરતાથી લેતા નથી. દરેક મદુદ્ત પર કોઈને કોઈ ગેરહાજર રહેશે. જાકે હાર્દિકના વકીલે તારીખ માંગી હતી. કોર્ટમાં હાજર રહેલા હાર્દિકે સમગ્ર કેસ કોર્ટમાં હોવાથી ટિપ્પણી આપવાનું ટાળ્યું હતું.
અમદાવાદના રાજદ્રોહ કેસમાં ફસાયેલા હાર્દિક પટેલ સહિત પાસના આગેવાનો સામે આજે કોર્ટમાં ચાર્જફ્રેમ દાખલ થયો નથી. ગત સુનાવણી સમયે હાર્દિક પટેલ હાજર ન રહેતા સરકારી વકીલે રજુઆત કરી હતી કે હાર્દિક દર વખતે સામાજીક કારણ બતાવીને ગેરહાજર રહે છે અને કોર્ટના નિયમનું પાલન કરતો નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



