મુંબઈ,તા.૧૪
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવાનું નામ જ નથી લઇ રહી. દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થતો જાય છે. આજે શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૨૮ પૈસાનો વધારો થયો છે. ડીઝલની કિંમતમાં પણ ૨૨ પૈસા પ્રતિ લિટર વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના નવા ભાવ ૮૧.૨૮ રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલનો ભાવ રૂ. ૭૩.૩૦ પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.૮૦.૫૦, ડીઝલ રૂ.૭૮.૭૪ પહોંચ્યા છે.
જા ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલની કિંમત ૨૮ પૈસા અને ડીઝલના ભાવમાં ૨૪ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. મુંઇબમાં પેટ્રોલનો નવો ભાવ ૮૮.૬૭ રૂ. પ્રતિ લિટર અને ડીઝલ ૭૭.૮૨ રૂ. પ્રતિ લિટર થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થવાનું કારણ રૂપિયાનું સતત ગગડવું છે. આખી દુનિયામાં ક્રૂડની વધતી કિંમતો પણ છે.
ક્રૂડની બેરલ દીઠ કિંતમ ૮૦ ડોલરની આસપાસ છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (ૈંઈછ)નું કહેવું છે કે, ઈરાન અને વેનેઝુએલાથી તેલની ખપત પૂરી થતી ન હોવાથી ક્રૂડ ઓઈલની કિંમત હજુ વધવાની શક્્યતા છે.
ૈંઈછના રિપોર્ટ પ્રમાણે ઈરાન પર અમેરિકા પ્રતિબંધ નાખે તે પહેલાં જ ત્યાંથી તેલનો સપ્લાય ઘટ્યો છે. આગામી મહિનાઓમાં મદ્ય પૂર્વી દેશોમાં પણ તેલની અછત વધુ વર્તાશે. નેવેઝુએલામાં આર્થિક સંકટના કારણે ત્યાં ઉત્પાદન ૧૦ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, ભારત પોતાના કુલ ઇંધણનો ૮૦ ટકા ભાગ આયાત કરે છે. ભાતર દુનિયાભરમાંથી સૌથી વધારે પેટ્રોલ-ડીઝલની આયાત કરે છે. ક્રૂડની આયાત કરનાર ભારત ત્રીજા નંબરનો દેશ છે. જેમ જેમ રૂપિયાના ભાવમાં ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ પણ ક્રૂડ ઓઇલની કિંમતોના હિસાબથી વધી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



