ન્યુ દિલ્હી,તા.૧૪
દિલ્હીની સાકેત કોર્ટે પ્રસિદ્ધ પર્યાવરણવિદ આરકે પચૌરી વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ નક્કી કરવાનો આદેશ આપ્યો છે. આ મામલા પર અગામી સુનાવણી ૨૦ ઓક્ટોબરે થશે.
સાકેટ કોર્ટે પર્યાવરણવિદ આરકે પચૌરી વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૫૪ (મહિલાનું શીલ ભંગ કરવું), ૩૫૪(એ) (જાતીય સતામણી), ૫૦૯ (મહિલાને અપશબ્દ બોલવા), ૩૫૪બી(મહિલા પર બળ પ્રયોગ), ૩૫૪(ડી) (સ્ટોકિંગ), ૩૪૧ (રોંગફૂલ રેસ્ટ્રેન) હેઠળ ચાર્જ લગાવવાનો આદેશ આપ્યો છે.
જાકે, કોર્ટે પચૌરીને કેટલીક કલમોમાંથી મુક્ત કરી દીધા છે અને કહ્યુ કે કોર્ટ ૨૦ ઓક્ટોબરે ઔપચારિક રીતે આરોપ નક્કી કરશે. આરકે પચૌરી કોર્ટના આદેશ પર કઈ પણ બોલવાની ના પાડી હતી. તેમણે કહ્યુ કે, તે હાલના સમયમાં દેશમાં નથી. જ્યારે આ મામલે ફરિયાદ કરનારી મહિલાએ કોર્ટના આદેશનું સ્વાગત કરી સંતુષ્ટી પ્રકટ કરી હતી.
કોર્ટના આદેશ પર ફરિયાદીએ કહ્યુ કે, હું ખુશીનો અહેસાસ કરુ છું. આ સચ્ચાઈ તરફ મોટુ પગલું છે. આ સરળ ન હતું. આના માટે મારે ઘણો લાંબો સમય રાહ જાવી પડી છે.
તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં એક અન્ય કોર્ટે પચૌરીના એ નિવેદનને ફગાવી દીધા હતા, જેમાં તેમણે મીડિયા પર કોર્ટની કાર્યવાહી સિવાય કઈ પણ અન્ય કવર કરવા પર રોક લગાવવાની માંગ કરી હતી. એક પ્રાઈવેટ ન્યૂઝ ચેનલ પર એક મહિલા અને વકિલ દ્વારા તેમના પર ટિપ્પણી બાદ પચૌરીએ કોર્ટમાં આ નિવેદન કર્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





