વકીલોની સ્તંત્રતા છીનવી લેતા ચુકાદાની વિરુદ્ધ સોમવારે રેલી નું આયોજન

0
196

રાજપીપળા :
બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્રારા તારીખ એક સપ્ટેમ્બર ના રોજ બાર કાઉન્સીલ ઓફ ઈડીયા ની સાથે તમામ રાજયોના બાર એસોસીએશનની દિલ્હી મુકામે થયેલ સંયુક્ત બેઠકમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા તરફથી સરકારના ભારત ના સર્વોચ્ચ અદાલતે ક્રિપ્ણકાંત તમરાકર વિ. મધ્ય્રદેશ રાજય ના ચુકાદામાં બાર ઓસોસાયેશનો બાર કાઉન્સિલો એ કોઇ પ્રસંગે કોર્ટમાં હડતાલ , બહિષ્કાર ,કામકાજથી અળગા રહેવાના એલાન ઉપર અંકુશ ફરમાવવામાં આવેલ છે. જેથી આ ચુકાદા દ્વારા નામદાર સુપ્રીમ કૉર્ટ વકીલોના મુળભુત અધિકારો ઉપર સીધો પ્રહાર કરેલ છે. તેમજ ભારત ના ઉચ્ચ શિક્ષણ આયોગ યુનિર્વસીટી વિધેયક -૨૦૦૮ દ્વારા સરકારે વકીલ મંડળોની સત્તા છીનવી લેવાનો પ્રયાસ કરેલ છે.જેથી નર્મદા ડૉસ્ટ્રીકટ બાર એસોસીયેશન ની મળેલ મિટિંગ માં ઠરાવ કરવામાં આવ્યો જેમાં વકીલ લોકશાહી નુ એક સ્વતંત્ર અંગ છે સમાજમાં જાગૃતી ફેલાવવામાં અગ્રેસર છે આઝાદીની ચળવળથી આજદીન સુધી વકીલો નું સમાજ પ્રત્યે મહત્વનું યોગદાન રહેલુ છે. માટે વકીલોની સત્તા છીનવવાના આ પ્રયાસ સામે તારીખ ૧૭ સપ્ટેમ્બર ને સોમવારે રાષ્ટ્રવ્યાપી આંદોલન કરી ડીસ્ટ્રીકટ જજ તથા ક્લેકટર ને આવેદનપત્ર આપવાનુ હોય નર્મદા બાર એસોસિયેશન ના સભ્યો સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે કોર્ટ બીલ્ડીંગ રાજપીપલા ખાતે યુનીફોર્મમાં હાજર રહી કોર્ટ કમ્પાઉન્ડ માં સૂત્રોચ્ચાર કરી ડીસ્ટ્રીકટ જજ ને આવેદન આપશે ત્યારબાદ રેલી કાઢી કલેક્ટરને આવેદન અપાશે એમ નર્મદા વકીલ મંડળ ના પ્રમુખ કું.વંદનાબેન ભટ્ટ એ જણાવ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY