મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે લૂંટાવદર ગામમાં દરોડો પાડી રૂપિયા ૨૯ હજારથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કર્યો.
બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી જુગારની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે ડી.વાય.એસ.પી. બનો જોશી મોરબીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ દરમ્યાન પી.એસ.આઇ એસ.એ.ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હિતેષભાઇ ચાવડા, અમિતભાઇ વાસદડીયા, કિર્તિસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, ઉજવલદાન ગઢવી, દિનેશભાઇ બાવળીયા, અશોકભાઇ ખાંભરા તથા શક્તિસિંહ જાડેજા સહિતના સ્ટાફે ચોક્કસ હકિકત આધારે તાલુકાના લુંટાવદર ગામના રફિકભાઇ આમદભાઈ ચાનીયા, રહે.લુંટાવદર દરગાહ પાસે વાળાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૫૬ કીમત રૂપિયા ૨૯,૧૨૦ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આરોપી ઘરે હજાર ન હોવાથી તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




