ધો.૮નાં ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી વિવાદાસ્પદ વાક્ય હટાવાયું

0
21

અમદાવાદ,તા.૧૭
ધોરણ ૮નાં ગુજરાતીનાં પાઠયપુસ્તકમાંથી વિવાદાસ્પદ વાક્ય હટાવવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, ગુજરાત ક્ષત્રિય સભાએ આ વાક્યનો વિરોધ કરતા પાઠયપુસ્તક મંડળને વિશેષ રજૂઆત કરી હતી. જે બાદ પાઠય પુસ્તક મંડળ દ્વારા ર્રાજાઓનાં તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર’ વાક્યને પુસ્તકમાંથી હટાવી લેવામાં આવ્યું છે.
માત્ર પુસ્તકમાંથી જ નહીં પરંતુ મંડળની વેબસાઈટ પર અપલોડ કરાયેલાં પાઠયપુસ્તકમાંથી પણ હટાવી લેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ પાઠયપુસ્તકને દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ધો.૮નાં ગુજરાતી વિષયનાં પાઠ્યપુસ્તકમાં વિવાદાસ્પદ વાક્ય લખવામાં આવ્યું હતું. જેમાં ર્રાજાઓનાં તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર’ વાક્ય લખવામાં આવ્યું હતું કે જેને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
એમાંય ખાસ કરીને ગુજરાત ક્ષત્રિય સભાએ આ વાક્યનો વિરોધ કરતા તેને પાઠ્યપુસ્તકમાંથી તેમજ મંડળની વેબસાઇટ પરથી પણ હટાવી લેવામાં આવ્યું હતું. જેથી વધુ વિવાદ ના સર્જાય. એમાંય દ્વારા આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે જેથી આ મુદ્દો વધુ ઉગ્ર ન બને તે માટે આ વિવાદાસ્પદ વાક્ય હટાવી લેવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY