રાજીવ ગૌડાને સંયોજકની જવાબદારી તો એ.કે.એંટનીને સંકલન સમિતિના અધ્યક્ષ બનાવાયા કોંગ્રેસ એક્શન મોડમાં : ચિદમ્બરમને ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ બનાવાયા

0
11

ન્યુ દિલ્હી,તા.૧૬
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ દરેક પાર્ટીમાં ઘણા ફેરફાર થઇ રહ્યા છે. દરેક પક્ષોએ પોત-પોતાની રીતે કમર કસી લીધી છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પૂર્વે પાર્ટીના સંગઠનમાં કેટલાક ફેરફાર કર્યા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસની આગેવાની લીધા બાદ હવે યુવાઓને વધુ મહત્વ મળવા લાગ્યું છે. આજે કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણીઓને લઇને મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
જેના ભાગરૂપે દિગ્ગજ નેતાઓને કેટલીક વિશેષ જવાબદારીઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોંપી છે. પી.ચિદમ્બરમને ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. તો રાજીવ ગૌડાને સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત એ.કે એંટનીને સંકલન સમિતિના અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. તો જયરામ રમેશને સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત આનંદ શર્માને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. તો પવન ખેડાની સંયોજક તરીકે વરણી કરી છે. આમ કોંગ્રેસમાં પણ મોટા ફેરફારો થયા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY