પુરુષોએ પણ શારિરિક શોષણના આંતરિક ડરમાંથી બહાર આવવાની જરૂર : રાધિકા આપ્ટે

0
10

મુંબઈ,તા.૧૬
હોલિવૂડના કલાકારે તેની સાથે થયેલા શારીરિક અને માનસિક ત્રાસ વિરુદ્ધ શરૂ કરેલી ‘મી ટુ મૂવમેન્ટ’ની બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં જરૂર હોવાનું અભિનેત્રી રાધિકા આપ્ટેએ હાલમાં કહ્યું હતું. ૩૩ વર્ષીય અભિનેત્રીનું માનવું છે કે ફક્ત ઈન્ડસ્ટ્રીની મહિલાઓ જ નહીં પણ પુરુષોને પણ પોતાના શારીરિક શોષણ અને પજવણીની વાતો શૅર કરી પોતાના આંતરિક ડરમાંથી બહાર આવવાની જરૂર છે આમ ‘મી ટુ મૂવમેન્ટ’ જેવી સપોર્ટ સિસ્ટમની બોલીવૂડ કલાકારોને જરૂર છે.
આનું મુખ્ય કારણ પાવર ગેમ છે, પછી તે ધાર્મિક હોય, શારીરિક હોય કે આર્થિક હોય. દરેક ક્ષેત્રે આવું બને છે. કોઈ પોતાની સત્તા જવા નથી દેવા માગતું. આ ગ્રે એરિયા છે. આપણે એક સારા સપોર્ટ સિસ્ટમની તાતી જરૂર છે. ઈન્ડસ્ટ્રીમાં ફક્ત સ્ત્રીઓ જ નહીં પર પુરુષો પણ સતામણીનો ભોગ બનતા હોય છે એવું એક કાર્યક્રમમાં રાધિકાએ જણાવ્યું હતું. તાજેતરમાં તેની સાથે બનેલા એક બનાવ અંગે જણાવતા તેણે કÌš હતું કે, ‘મારી પીઠમાં દુઃખાવો હતો. શુટિંગ પૂરું કરી હું મારા રૂમ પર જઈ રહી હતી ત્યારે ફિલ્મમાં મારી સાથે કામ કરતો એક કલાકાર પણ મારી સાથે લિફ્ટમાં હતો. અમારી વચ્ચે વધુ વાતચીત નહોતી. અડધી રાત્રે મારી જરૂર પડે તો કહેજે, હું આવીને તારી પીઠને મસાજ કરી આપીશ એવું એણે મને કહ્યું. મેં ફિલ્મમેકરને વાત કરતા તેમણે સહકલાકાર સાથે મીટિંગ ગોઠવી તેને સમજાવ્યો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY