મેં સદા સારી કથા અને કલાકારની પ્રતિભાને નજર સામે રાખી : એકતા કપૂર

0
16

મુંબઈ,તા.૧૭
ટીવી સામ્રાજ્ઞી ફિલ્મ સર્જક એકતા કપૂરે કહ્યુ હતું કે મેં વિવિધ ટીવી સિરિયલો કે ફિલ્મો બનાવતી વખતે માત્ર સારી કથા અને પ્રતિભાને નજર સામે રાખી હતી.
૨૦૦૦ ની સાલથી સાસુ-વહુની કથાઓ આપતી અને ભપકાદાર સેટિંગ્સ સાથેની વિવિધ સિરિયલો આપનારી એકતાએ કહ્યુ કે અગાઉ ટીવી ચેનલ્સ પર લોકોને જકડી રાખે એવી સિરિયલો બહુ આવતી નહોતી.
એમાંય મહિલા પ્રધાન કહી શકાય એવી સિરિયલો તો બહુ ઓછી હતી. સાસ ભી કભી બહુ થી જેવી સિરિયલો દ્વારા મેં મહિલા સશ્ક્તિકરણનું કામ કરી બતાવ્યું હતું. કોઇ પણ સિરિયલ કે ફિલ્મ બનાવવા પહેલાં હું એ જાતી કે વાર્તા લોકોને જકડી રાખે એવી છે. કલાકારોની પસંદગીમાં હું વ્યક્તિમાં રહેલી પ્રતિભાને નજર સમક્ષ રાખતી હતી.
એકતાની હિટ સિરિયલ કસૌટી જિંદગી કે હવે વેબ સિરિઝ રૃપે ફરી આવી રહી છે. એના સંદર્ભમાં બોલતાં એકતાએ કહ્યું કે આ શો સિક્વલ નથી. આને તમે રિબૂટ અથવા પુનર્સર્જન કહી શકો. અગાઉ લોકોને ગમેલી સિરિયલ હવે વેબ સિરિઝ રૃપે અમે આપી રહ્યા છીએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY