બીએસએફ જવાનના મોત મુદ્દે રાજનાથસિંહે બીએસએફના ડીજીને કાર્યવાહી કરવા આદેશ કર્યો

0
50

ન્યુ દિલ્હી,તા.૨૦
પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (મ્છ્‌)ના કાયરતાપૂર્ણ હુમલામાં બીએસએફના જવાનનું મોત થયું છે અને મૃતદેહને ક્ષત-વિક્ષત કરવાના મામલે ભારત પણ આક્રમક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. દેશભરમાં આ મામલે ઉકળતા ગુસ્સા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે બીએસએફના ડીજી સાથે આ મામલે વાતચીત કરી છે અને જરૂરી કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.
જમ્મૂના આરએસ પુરા સેક્ટરમાં ગત મંગળવારે બીએસએફના ગાયબ જવાબ નરેન્દ્ર સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં બીએસએફના સૂત્રોએ અનેક ખુલાસાઓ કર્યા છે. બીએસએફએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની બાટએ જમ્મૂ-કાશ્મીરના રામગઢ સેક્ટરમાં અમારા જાંબાજ નરેન્દ્ર સિંહની હત્યા તો કરી જ સાથો સાથે તેમના મૃતદેહ સાથે બર્બરતા આચરવામાં આવી.
રામગઢના એસપી-૧ સરહદ ચોકી પાસે ગોળીબાર બાદ જખમી જવાનનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ જવાનના શરીરને ક્ષત-વિક્ષત કરી નાખવામાં આવ્યું હતું. આ ઘટના બાદ એલઓસી પર હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભારતે આ મામલે પાકિસ્તાન વિરૂદ્ધ વિરોધ પણ નોંધાવ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રજ્માણે જ્યારે મ્જીહ્લને પોતાના જવાન નરેન્દ્ર સિંહ ગાયબ થયાની જાણકારી મળી તો લગભગ ૨ઃ૦૦ વાગ્યે પાકિસ્તાની રેંજર્સના અધિકારીઓને ફોન કર્યો હતો, ફોનની રીંગ વાગતી રહી પરંતુ કોઈએ ફોન જ ના ઉપાડ્યો. લગભગ ત્રણા વાર ફોન કરવામાં આવ્યા બાદ પાકિસ્તાની રેંજર્સે ફોન ઉપાડ્યો અને જવાબ આપ્યો હતો કે આ મામલે તેઓ તેમના સિનિયર અધિકારીઓને જાણ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY