હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતા એશિયા કપમાંથી બહાર,દીપક ચહર ઈન

0
23

દુબઈ,તા.૨૦
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કમરમાં ઈજાના કારણે હાલની એશિયા કપમાંથી બહાર બેસવાનો વારો આવ્યો છે અને તેના સ્થાને દીપક ચાહરને ટીમમાં સમાવવામાં આવ્યો છે. બીસીસીઆઈના સૂત્રના જણાવ્યા અનુસાર ચાહર ગુરુવારે અહીં પહોંચી ગયો છે.
પાકિસ્તાન વિરુદ્ધ ગ્રુપ મેચમાં પંડ્યા ઈજાગ્રસ્ત હોવાના કારણે તેને મેદાન પરથી સ્ટ્રેચરની મદદથી બહાર ખસેડવામાં આવ્યો હતો. પાકિસ્તાનની ઈનિંગની ૧૮મી ઓવર ફેંકતી વખતે હાર્દિક ઈજાગ્રસ્ત થયો હતો. હાર્દિક પંડ્યા પોતાની કમર પકડીને મેદાન પર ઉંઘી ગયો હતો. ત્યારે તેને સ્ટ્રેચરની મદદથી બહાર લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મેડિકલ તપાસ માટે ખસેડવામાં આવ્યો હતો. બાદમાં બીસીસીઆઈએ ટિ્વટ કર્યું કે પંડ્યાની કમરમાં ઈજા પહોંચી છે. પંડ્યાને ૪.૫ ઓવરમાં ૨૪ રન આપ્યા હતા, પરંતુ તેને કોઈ વિકેટ મળી નહોતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY