રાજકોટ બન્યું ક્રાઈમ હબ : અપહરણ બાદ આઠ વર્ષના બાળકની હત્યા

0
16

રાજકોટ,તા.૨૨
શહેર અને રાજ્યમાં દિવસેને દિવસે અપહરણ બાદ હત્યાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં રાજકોટમાં પણ એક કાળજું કંપાવનારી ઘટના બની છે. બે દિવસ પહેલા શહેરના સોરઠીયા વાડી રોડ પર ૮ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બાળકનો આજે મૃતદેહ મળી આવ્યો છે. આ અપહરણ અને હત્યા મામલે પાડોશીની અટકાયત કરવામાં આવી છે.
બાળક કૌટુંબિક સબંધી જૈમલભાઈના ઘેર રહેતો હતો અને છેલ્લા ૭ મહિનાથી પડોશમાં બીટુની દુકાનમાં સુવા જતો હોવાનું સામે આવ્યું છે. તેમજ મૃતક બાળક સહિત જૈમલના અન્ય બાળકો પણ બીટુની દુકાનમાં જ સુવા માટે જતા હોવાનું ખુલ્યું હતું. આરોપી બીટુએ બે દિવસ પહેલા જ ગળું દબાવી બાળકની હત્યા કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જા કે હત્યાનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટના સોરઠીયા વાડી રોડ પર આવેલા પવનપુત્ર ચોક નજીકથી બાળકનું અપહરણ થયું હતું. મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાજકોટમાં મજૂરી કામ કરતા ઈમાનભાઈ બારીયાના પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યાર બાદ શંકાના આધારે પાડોશીને અટકાયત કરી હતી અને પોલીસ તપાસમાં આરોપીએ હત્યાની કબૂલાત કરી લીધી છે. બે દિવસ પહેલા જ પાડોશી દ્વારા જ પવનપુત્ર ચોક નજીકથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં હત્યા પણ કરી દીધી હતી.
હાલ આરોપી પાડોશીએ બાળકની કેમ હત્યા કરી તેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. તેની સાથે અન્ય કોણ હતાં તે તરફ પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY