જિલ્લા પંચાયત કચેરી સામે ખેડૂતે જાત જલાવવાનો પ્રયાસ કર્યો

0
34

દ્વારકા,તા.૩૦
ભાણવડના વેજાનંદ રામાકનારા નામનો ખેડૂતે મંગળવારે દેવભૂમી દ્વારકા જિલ્લા પંચાયત કચેરી સામે કેરોસિન છાંટીને જાત જલાવાનો પ્રયત્ન કર્યો હતો. દિવાસળી સળગાવા જતા પોલીસ કર્મચારીઓએ તેને દોડીને પકડી પાડ્યો હતો. અને તેને આત્મહત્યા કરતા બચાવી લીધો હતો.
આ ઘટનાના પગલે પોલીસ ઉચ્ચ અધિકારી ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અને તેને પોલીસ જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મોટા કાલાવડ ગામે પુલના કામ સહિતના અનેક કામમાં સરપંચ તેમજ તલાટી દ્વારા લાખોના થયેલા ભ્રષ્ટાચારના અનેક લેખિત પુરાવા આપ્યા હોવા છતાં તંત્ર દ્વારા ભ્રષ્ટ લોકો સામે કાર્યવાહી ન કરતા જાગૃત ખેડૂતે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
વેજાનંદ રામા કનારાએ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જાકે, તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નહીં અને છેવટે ખેડૂતે આત્મહત્યા કરવાની કોશિશ કરવી પડી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY