નાંદોદ તાલુકાના લોઢણ ગામના બાળકનું વેચવાના ઇરાદે અપહરણ

0
39

સાત વર્ષ ના યશ વસાવા ને ગામના એકજ પરિવાર ના લોકો પટાવી લઈ જઈ નજીકના ખેતર માં ગોંધી રાખ્યો બાદ માં જાણ થઈ જતા મુક્ત કરાયો,હાલ યશ રાજપીપળા સિવિલ માં સારવાર હેઠળ

અપહરણકાર છોકરીયો વેચવાનો ધંધો કરતો ોવાનો યશ ના પરિવારજનો નો આક્ષેપ પરંતુ છોકરીઓ વેચવાના ધંધા નો પર્દાફાશ થતા હાલ બાળકો વેચી ોકડી કરતો હોવાનું અનુમાન

આમલેથા પોલીસે ત્રણેય ની ધરપકડ કરી પૂછપરછ શરુ કરી રિમાન્ડ મેળવી આ બાળક ક્યાં અને કોને વેચવાનો હતો એ તપાસ થશે

રાજપીપળા: નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના ખોબા જેવડા લોઢણ ગામના એક સાત વર્ષ ના બાળકનું અપહરણ કરી વેચવાના ષડયંત્ર નો પર્દાફાશ થતા આખરે બાળક પરત મેળવી પોલીસે તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર લોઢણ ગામમાં રહેતા ફરિયાદી દિનેશ શંકરભાઇ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ એનો પુત્ર યશ વસાવા (07) ને એમા ગામનાજ બુટાલ ઉર્ફે પ્રકાશ રઘુ વસાવા ,રઘુ ભીખજીભાઈ વસાવા અને રંજનબેન રઘુ વસાવા એ યશ ને પતાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયા બાદ ગામના ભાથીજી મંદિર પાસે આવેલા શેરડીના ખેતર માં ગોંધી રાખી કલાકો સુધી એને પકડી રાખ્યા બાદ યશ ના પરિવારજનો શોધખોળ કરતા આખરે યશ આ લોકોના કબજા માં હોવાનું જાણવા મળ્યું હં ત્યાે ભાંડો ફૂટી જતા આરોપી યશ ને એના ઘરે રાત્રે મૂકી ગયા હોય બાદમાં યશ ની પૂછતાછ કરતા સમગ્ર બાબત સામે આવતા યશના પિતા એ આ બાબતે આમલેથા પોલીસ સ્ટેશને આ ત્રણ વિરુદ્ધ ફરિયાદ આપતા આમલેથા પી એસ આઈ સી એમ ગામીત એ તરતજ કાર્યવાહી હાથ ધરી ત્રણેય ને પકડી વધુ પૂછપરછ કરી રહ્યા છે .

યશ જયારે મળ્યો ત્યારે ભૂખ્યો તરશ્યો અને ગભરાયેલી હાલતમાં અર્ધ બેફાન મળી આવતા એને રાજપીપળા સિવિલ માં દાખલ કરી હાલ સારવાર અપાઈ રહી છે એમ એના પિતા દિનેશ વસાવા એ જણાવ્યું હતું

બાળક ને વેચી રોકડી કરવાનો ઈરાદો હોવાનું લાગ્યું છે તપાસ ચાલુ છે : પી એસ આઈ ગામીત

આ બાબતે આમલેથા પોલીસ સ્ટેશન ના પી એસ આઈ સી એમ ગામીતે જણાવ્યું કે ગ્રામજનો ના જણાવ્યા મુજબ આરોપીઓ અગાઉ છોકરીઓ વેચવાના કામ માં હતા પરંતુ આ ભાંડો બહાર આવી જતા હવે બાળકો ઉઠાવી એને વેચી રોકડી કર્યા બાદ બાળક ખરીદનાર બાળકો પાસે શું કામ કરાવે એ આ આરોપીઓ ને કોઈ મતલબ ન હતો અમને ફક્ત બાળક વેચી પૈસા કમાવવામાં રશ હોય એમ લાગ્યું છે હાલ ત્રણેય ની ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરશે જેમાં ખરીદનાર કોણ અને ક્યાંના છે એ બાબતે તપાસ કરી આખા ષડયંત્ર નો પર્દાફાશ કરીશું .

લોઢણ ના બાળક નું અપહરણ કરનારા ત્રણેય આરોપીયો સામે વાલીપણાં માંથી ઉઠાવી જવો , કોઈ ગુનો કરાવવાના ઇરાદે અપહરણ કરવુ,બાળક ને ખોટી રીતે ગોંધી રાખવો અને વેચવા માટે અપહરણ કરવાનો ઈરાદો હોવાની કલમો લગાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે વધુ પૂછપરછ ચાલુ છે અને તપાસ પી એસ આઈ સી એમ ગામીત પોતે કરી રહ્યા છે .ત્યારે પી એસ આઈ ગામીતે જણાવ્યું હતું કે લોઢણ ગામના મોટા ભાગના ગ્રામજનો મારી પાસે આવ્યા હતા અને આ ત્રણ ના કરતૂતો જણાવ્યા હોય રિમાન્ડ માં સત્ય બહાર આવશે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY