ગોવાના મુખ્યમંત્રી તરીકે પારિકર જ રહેશે : શાહ

0
14

નવી દિલ્હી, તા. ૨૩
ભાજપના પ્રમુખ અમિત શાહે આજે સાંજે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે મનોહર પારિકર ગોવાના મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે. ગોવા પ્રદેશ ભાજપની કોર ટીમ સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ એવો નિર્ણય લેવાયો છે કે ગોવાના મુખ્યમંત્રી તરીકે મનોહર પારિકર યથાવત રહેશે. પ્રદેશ સરકારના મંત્રીમંડળ અને વિભાગોમાં ટૂંક સમયમાં જ ફેરફાર કરવામાં આવશે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર લાંબા સમયથી બીમાર છે અને આરોગ્યની સમસ્યાથી ગ્રસ્ત છે. હાલમાં એમ્સમાં સારવાર હેઠળ છે. ગોવાની સત્તામાં ભાજપની સાથે ગઠબંધનમાં સામેલ રહેલા પક્ષોએ તેમની જગ્યાએ અન્યની નિમણૂક કરવા માટે દબાણ લાવ્યું છે. સાથી પક્ષોનું કહેવું છે કે મનોહર પારિકર રાજ્યને સમય આપી શકવાની સ્થતિમાં નથી. જેથી તેમની જગ્યાએ કોઈ અન્યને જવાબદારી સોંપવી જાઈએ. થોડાક દિવસ પહેલા જ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો ગોવામાં રાજ્યપાલને મળીને વર્તમાન સરકારને વિશ્વાસ હાંસલ કરવા માટે પડકાર ફેકવા કહ્યું હતું. જાકે રાજ્યના આરોગ્યમંત્રી વિશ્વજીત રાણેએ આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા સરકાર બનાવવાનો દાવો કરીને લોકપ્રિયતા મેળવવાના પ્રયાસ કરી રહી છે કારણ કે તેની પાસે જરૂરી સંખ્યાબળ નથી. ગોવામાં રાજકીય ગતિવિધિનો દોર જારદાર રીતે ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં કેટલાક ફેરફાર થવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY