પેટ્રોલના ભાવમાં વધારો : મુંબઈમાં પેટ્રોલ સતત બીજા દિવસે ૯૦.૨૨ને પાર

0
221

ન્યુ દિલ્હી,તા.૨૫
પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજ નવો વધારો થઈ રહ્યો છે. રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. સામાન્ય લોકો મોંઘવારીના ભરડામાં ભીંસાઈ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલની આશમાનને આંબતી કિંમતોએ જનજીવન પર ખરાબ અસર કરી છે. ડાલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. બીજુ મુખ્ય કારણ એ પણ છે કે પ્રમુખ ઓઈલ ઉત્પાદન કંપનીઓ ક્રૂડ પ્રોડક્શન વધારવા ઈન્કાર કરી દીધો છે. તેમના આ નિર્ણયથી કાચા ઈંધણની કિંમતમાં તોતીંગ વધારો થયો છે. કાચા ઈંધણની કિંમત ૮૦ ડાલર પ્રતિ બેરલ પર પહોંચ્યુ છે.
મંગળવારે મુંબઈમાં પેટ્રોલની કિંમત ૯૦.૨૨ રૂપિયા પ્રતિ લીટરે પહોંચી છે, તો ડિઝલની કિંમત ૭૮.૬૯ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૨.૮૬ રૂપિયા પ્રતિ લીટર થઈ છે.તો ડિઝલની કિંમત ૭૮.૬૯ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. કોલકાત્તામાં પેટ્રોલ ૮૪.૫૪, ડીઝલ ૭૫.૮૭ પ્રતિ લીટર થયુ છે. ચેન્નઈમાં પેટ્રોલ ૮૫.૯૯, ડીઝલ ૭૮.૨૬ પ્રતિ લીટર, બેંગલોરમાં પેટ્રોલ ૮૩.૩૭, ડીઝલ ૭૪.૪૦ પ્રતિ લીટર, પટનામાં પેટ્રોલ ૮૮.૮૮, ડીઝલ ૭૯.૬૮ પ્રતિ લીટર થઈ છે.
પેટ્રોલમાં ૧૪ પૈસા અને ડિઝલમાં ૧૦ પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલ રૂ.૮૧.૮૩, ડીઝલ રૂ. ૭૯.૪૪, વડોદરામાં પેટ્રોલ રૂ.૮૧.૭૫, ડીઝલ રૂ. ૭૯.૩૬, સુરતમાં પેટ્રોલ રૂ.૮૧.૮૧, ડીઝલ રૂ. ૭૯.૪૫, રાજકોટમાં પેટ્રોલ રૂ.૮૧.૯૮, ડીઝલ રૂ. ૭૯.૬૧, જૂનાગઢમાં પેટ્રોલ રૂ.૮૨.૩૦, ડીઝલ રૂ. ૭૯.૯૨, ભાવનગરમાં પેટ્રોલ રૂ.૮૨.૯૯, ડીઝલ રૂ. ૮૦.૬૦, જામનગરમાં પેટ્રોલ રૂ.૮૧.૯૯, ડીઝલ રૂ. ૭૯.૬૦ થયુ છે.ગાંધીનગરમાં પેટ્રોલ રૂ.૮૧.૪૦, ડીઝલ રૂ. ૭૮.૭૨ થયુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY