ન્યુ દિલ્હી,તા.૧૬
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો જાવા મળી રહ્યો છે. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલ ૧૧ પૈસા પ્રતિ લીટરના વધારા બાદ ૮૨.૮૩ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. ત્યારે ડીઝલના ભાવમાં ૨૩ પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે. ત્યારબાદ દિલ્હીમાં ડિઝલની કિંમત ૭૫.૬૯ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.
દિવસેને દિવસે વધતા પેટ્રોલ અને ડીઝલની કિમતોથી જનતાને રાહત આપવા માટે સરકારે ૫ ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલ પર ૧.૫૦ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો. ક્રૂડ ઓઇલ કંપનીઓની તરફથી પણ ૧ રૂપિયો ભાવ ઘટાડવામાં આવ્યો હતો. તેનાથી સામાન્ય માણસને ૨.૫૦ રૂપિયાની રાહત મળી હતી. ત્યારબાદ મોટાભાગના રાજ્યો તરફથી વેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જેના કારણે જનતાને ૫ રૂપિયા સુધીનો ફાયદો મળ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ અત્યારે લગભગ ૧૧ દિવસ પછી પણ ફરી ઉંચાઇ પર પહોંચી ગયા છે, જે જગ્યા પર પહેલા હતાં.
મુંબઇમાં પણ મંગળવારે પેટ્રોલના ભાવમાં ૧૧ પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે. આ સાથે ત્યાં પેટ્રોલની કિંમત વધીને ૮૮.૨૯ રૂપિયા પ્રતિ લીટરના દરે પહોંચી ગઇ છે. આ ઉપરાંત ડીઝલના ભાવમાં મંગળવારે ૨૪ પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધવામાં આવ્યો છે. હાલ ત્યાં ડીઝલની કિંમત ૭૯.૩૫ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



