વલસાડ:
વલસાડ જિલ્લામાં પલ્સ પોલિયો રસીકરણના બીજા રાઉન્ડને સફળ બનાવવા ધરમપુર તાલુકામાં જિલ્લા કલેક્ટરશ્રી સી.આર.ખરસાણ તેમજ કપરાડા તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગૌરાંગ મકવાણા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અનિલ બી.પટેલ દ્વારા સુપરવિઝન હાથ ધરાયું હતું અને સંબંધિત તાલુકા વિસ્તારોમાં વિવિધ પોલિયો બુથની મુલાકાત લીધી હતી ને બાળકોને પોલીયોના ટીપાં પણ પીવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં આજે ૯૨પ બુથ ઉપર ૧૯૪૮ ટીમો દ્વારા ૦ થી પ વર્ષના ૧,૭૪,૦૨૦ જેટલા બાળકોને પોલીયોનાં બે ટીપાં પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




