રાજપીપલા ટાઉન પી.આઈ.ની પ્રશંસનીય કામગીરી થી ગણતરી માંજ ચોરી ઝડપાઇ

0
191

રાજપીપલા :

રાજપીપલા શહેરના ભરચક વિસ્તાર  શાક માર્કેટ માં સૌરાષ્ટ્ર કિરાણા સ્ટોર ચલાવતા યુનુશ જુસબ મેમણની દુકાને  છેલ્લા ચારેક દિવશ થી આવતા નાંદોદના પ્રહલાદ સવયલાલ વસાવા નામના યુવાને દુકાનદાર ને વિશ્વાશમાં લઈ એક લાખ રૂપિયા ની ઉઠાંતરી કર્યાની વાત પોલીસ મથકે પોહચી ત્યારે આ પ્રહલાદ નામનો યુવાન વારંવાર આ દુકાને આવતા તેને પૂછતાં ખબર પડી કે તે રામગઢ નો રહેવાસી છે જેથી દુકાનમાં એક રામગઢ ના ખાતેદાર ના પૈસા બાકી હોય દુકાનદારે પ્રહલાદ ને પૂછતાં તે આજે કાલાઘોડા બસ સ્ટેન્ડ પર આવતો હોવાનું જણાવતા દુકાનદાર તેના સંબંધીની સામેની દુકાન પર એવું છુ તેમ કહી ખાતેદાર ને પકડવા કાળાંઘોડે ગયા ત્યારે પ્રહલાદ તેની દુકાનની બહાર હતો પરંતુ સામે વાળા સંબંધી એ ત્યાં આવી જોતા પ્રહલાદ દુકાનમાંથી નીકળતો હોય તેને શું જોયે તેમ પૂછતાં તે ત્યાંથી જતો રહ્યો હતો.

ત્યારબાદ યુસુફભાઇ કાળાંઘોડે પહોંચતા ત્યાં કોઈ ખાતેદાર ગ્રાહક ન મળતા એ પરત દુકાને આવ્યા અને જોયું તો સાબુના ખાલી ખોખામાં વેપારીને આપવા મુકેલા તેમના એક લાખ રૂપિયા ગાયબ હતા જેથી યુસુફભાઇ સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યાં રાજપીપલા પોલીસે તાત્કાલિક એમની દુકાન અને કાલાઘોડા વિસ્તારના સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરતા યુવાન નો ચેહરો દેખાતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કરી તાત્કાલિક રામગઢ પોહચી મુદ્દામાલ સાથે તેને ઝડપી પડ્યો હતો રાજપીપલા ટાઉન પોલીસ મથકના પી.આઈ.ડી.બી .શુક્લ અને તેમની ટીમની સમયસૂચકતા થી દુકાનદાર ના એક લાખ માંથી 95 હજાર રૂપિયા પરત મેળવી બીજા 5 હજાર ની પોલીસ પૂછપરછ કરી રહી છે ત્યારે  આ કારમી મોંઘવારીમાં દુકાનદારને  મોટી રાહત મળી હતી.

રિપોર્ટર નર્મદા – ભરત શાહ.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY