લાંચ કેશમાં પકડાયેલા અકતેશ્વર ગામના સરપંચ અને પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકના જામીન નામંજુર કરતી કોર્ટ 

0
46

ફરિયાદી તેમજ સાહેદો ને ફોડે તેવી શક્યતાઓ , તપાશ ચાલુ હોય  જામીન નામંજુર

રાજપીપલા :નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અકતેશ્વર પ્રાથમિક શાળામાં કરાર આધારિત ફરજ બજાવતી સાંજરોલી ની શિક્ષિકા હંસા મનહર તડવી અને સુમિત્રા તડવી ના 34000 નું બીલ લેવાનું હતું જે પાસ કરવા શાળાના મુખ્ય શિક્ષક ગોવિંદ સબૂર સોલંકી અને ગામના સરપંચ દિપક સુરેશ તડવી એ તેના નાણાં કઢાવી આપવા 50 ટકા કમિશન માંગ્યું હતું। અને જે બિલ પાસ પણ કરાવી દીધું હતું જેથી આ શિક્ષિકાઓ પાસે પોતાના કમિશન પેટના 17000 લેવા માટે આ બંને ઈસમો આવતા મહિલાની ફરિયાદ ના આધારે નર્મદા એ.સી.બી.ના છટકા માં બંને રંગેહાથ ઝડપાતા કેશ કરી તેમની અટક બાદ તેમને કોર્ટ માં રજુ કરતા કોર્ટે બંનેના તારીખ 7 અને 8 આમ બે દિવશ ના રિમાન્ડ મંજુર કર્યા હતા ત્યારે રિમાન્ડ પુરા થયા બાદ બંનેને રાજપીપલા એડિનલ સેસન્સ કોર્ટ માં રજુ કરતા સરકારી વકીલ પ્રવીણ પરમાર ની ધારદાર અપીલો માં આ ઈસમો જામીન મેળવ્યા બાદ ફરિયાદી અને સાહેદો ને ફોડે તેવી શક્યતાઓ અને તપાશ બાકી હોવાનું જણાવતા સેસન્જ જજ જોશી સાહેબે બંને ની જામીન અરજી નામંજુર કરી જેલભેગા કર્યા હતા .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY