ક્રિકેટ ક્ષેત્રે ભરૂચને ફરીવાર રાષ્ટ્રીય ફલક પર નામના અપાવતો સફવાન પટેલ

0
2239

ભરૂચ જિલ્લા માં ગ્રામિણ વિસ્તારમાં વધી રહેલી ક્રિકેટની લોકપ્રિયતા જિલ્લા માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ રહી હોય એમ લાગી રહ્યું છે. પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના વલણ ગામનો વતની અને છેલ્લા ત્રણ વર્ષથી ભરૂચ તાલુકાના હિંગલોટ ગામમાં મામાના ઘરે વસવાટ કરતા વીસ વર્ષીય સફ્વાન દાઉદ પટેલ વડોદરા ના બરોડા ક્રિકેટ એસોસિએશન ખાતે સિલેક્ટ થઈ ભારતભરમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે.

બરોડા ક્રિકેટ એસોસીએશન તરફથી અંડર ૧૯ ટિમમાં વિનુ માંકડ, વેસ્ટઝોન, કૂચ બિહાર ક્રિકેટ ટુર્નામેન્ટ માં ધમાકેદાર બોલિંગ કરી છવાયો હતો. યુવાન અને ઉભરતા સફવાન પટેલની બોલીંગ પરફોર્મન્સ અને ક્રિકેટ પ્રત્યેની રૂચિ પારખી BCA તરફથી તેને ચેન્નાઈ ખાતે એમ.આર.એફ પેસ ફાઉન્ડેશનમાં  ટ્રાયલ માટે મોકલવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ગુજરાત અને દેશ માંથી પણ અન્ય ખેલાડીઓ ચેન્નાઇ આવ્યા હતા.

ચેન્નાઈ ખાતે ઓસ્ટ્રેલીયન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાની અધ્યક્ષતામાં પસંદ કરાયેલ ૧૫ ખેલાડીઓમાં સફવાન પટેલનો પણ સમાવેશ થયો છે, સમગ્ર ગુજરાતમાંથી ફક્ત સફવાન પટેલ સિલેક્ટ થયો છે. આગામી ૨૪મી માર્ચે તે ફીટનેસ ટેસ્ટ અને બોલીંગ માટે એમ.આર.એફ પેસ ફાઉન્ડેશનમાં જવા રવાના થનાર છે. સફ્વાન પટેલ ની એમ.આર.એફ પેસ ફાઉન્ડેશનમાં 3 મહિના ફિટનેસ પ્રેક્ટિસ ચાલશે અને ચોથા મહિના આંતરાષ્ટ્રીય કક્ષાની બોલિંગ પ્રેક્ટિસ કરાવામાં આવશે. સફ્વાન પટેલે તેની એમ.આર.એફ પેસ ફાઉન્ડેશનમાં પસંદગી થવા બદલ હર્ષની લાગણી સાથે પરિવારજનો ને તથા એના ક્રિકેટ કોચ સહિત તમામને શ્રેય આપ્યો હતો અને આવનાર કારકિર્દીના દિવસોમાં રણજી ટ્રોફી થી લઈ આંતરાષ્ટ્રીય કક્ષા સુધી ભારતીય ટીમમાં સફ્વાને રમવાની આશા વ્યક્ત કરી હતી.

સફવાન પટેલની એમ.આર.એફ પેસ ફાઉન્ડેશનમાં સિલેક્શન થવાના સમાચાર ઇખર ગામના ક્રિકેટર મુનફ પટેલ ને મળતા મુનફ પટેલે સફવાન ને શુભેચ્છા આપી કારકિર્દીમાં મદદરૂપ થાય એવું માર્ગદર્શન પૂરું પાડવાની ખાતરી આપી હતી. ભરૂચના ઇખર ગામના મુનાફ પટેલે રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામવા સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમનો પણ સદસ્ય રહી ભરૂચ જિલ્લાનું નામ વિશ્વ કક્ષાએ મૂક્યું હતું, ત્યારે હવે ૧૩૫ કિલો મીટરની ઝડપથી પણ વધુ ઝડપે લેફ્ટ હેન્ડ બોલીંગ કરતો સફ્વાન પટેલ આગામી દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન પ્રાપ્ત કરે તો નવાઈ નહીં.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY