જીએસટી કાઉન્સીલ : ડિઝાસ્ટર સેસ લગાવવા માટે કમિટીની રચના કરાશે

0
215

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૮
જીએસટી કાઉન્સીલ દ્વારા મંત્રીઓના સમુહનું ગઠન કરવામાં આવ્યું છે, જે કેરળમાં પુનર્વસન માટે સેસ લગાવવાના પ્રસ્તાવ પર વિચાર કરશે. કેરળમાં પુરથી ભારે તારાજી સર્જાઇ હતી અને તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર વિશેષ પેકેજની માંગ કરી હતી. જેથી રાજ્યમાં પુનર્વસન માટેનું કામ પુરુ કરી શકાય.
જેના પર જીએસટી કાઉન્સીલમાં ચર્ચા થઇ અને તે વિચાર બન્યો કે, સેસ લગાવીને તેના માટે ભંડોળ એકઠું કરી શકે છે. કેરળ સેસના પ્રસ્તાવને કઇ રીતે લાગૂ કરી શકાય, તેના પર વિચાર કરવા માટે મંત્રીઓના સમૂહનું ગઠન કરવામાં આવ્યું છે.
જીએસટી કાઉન્સીલની દિલ્હી ખાતે મળેલી બેઠકને નાણાંમંત્રી અરૂણ જેટલીએ વીડિયો કોન્ફરÂન્સંગ દ્વારા સંબોધિત કરી. પછી નિર્ણયોની જાણકારી આપતા તેમને જણાવ્યું કે, સાત મંત્રીઓનું સમુહ કેરળમાં પુનર્વસન માટે ડિઝાસ્ટર સેસ સહિતના અન્ય વિકલ્પો પર પણ વિચાર કરી રÌšં છે. ર્ય્ંસ્ થોડા સપ્તાહમાં પોતાનો રિપોર્ટ રજુ કરશે. કેટલાંક રાજ્યોના નાણાંમંત્રીઓએ ડિઝાસ્ટર સેસ લગાવવાનો વિરોધ પણ કર્યો.
તેમણે જણાવ્યું કે, બેઠકમા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં જીએસટી લાવવા પર કોઇ વિચાર નથી કરવામાં આવ્યો. જે કારણે હાલ તો પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ઘટવાની આશા રાખતા લોકોને ઝટકો લાગ્યો છે.
આ ઉપરાંત કાઉÂન્સલની બેઠકમાં રેવન્યૂની કમી પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી. બેઠક બાદ જેટલીએ જણાવ્યું કે, નોર્થ-ઇસ્ટ રાજ્યોમાં ટેક્સ કલેક્શન અંદાજ કરતા સારૂ રÌšં છે. રાજ્યોને મળતા રેવન્યૂમાં સરેરાશ અછત ૨૦૧૭-૧૮માં ૧૬% હતી, જે ઘટીને ૧૩% થઇ ગઇ છે. આ અછતની પુર્તિ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, ૬ રાજ્યોનું રેવન્યૂ લક્ષ્યથી વધારે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY