જૂનાગઢ તા.૨૮, જૂનાગઢ જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માહ તરીકે થઇ રહેલ ઉજવણી આજે સવારે જિલ્લા પંચાયત પ્રાંગણથી એક કુપોષણ મુક્ત ભારત એક જન આંદોલન જાગૃતિ રેલીને જૂનાગઢ મહાનગરનાં મેયર સુશ્રી આદ્યાશક્તિબેન મજમુદાર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૈાધરી તથા જિલ્લા પંચાયતનાં મહિલા અને બાળ કલ્યાણ સમીતીનાં ઉષાબેન વજુભાઇ ઘાડીયાએ પ્રસ્થાન કરાવ્યુ હતુ.
જૂનાગઢ જિલ્લાને કુપોષણથી મુકત કરવા યોજાનારા પોષણ અભિયાનને જનઅભિયાન રૂપી જૂનાગઢનાં રાજમાર્ગો પરથી પસાર થયેલ મહિલા જાગૃતિ રેલી ખરા અર્થમાં કુપોષણ મુક્ત આપણું જૂનાગઢનો સંદેશો વહન કરશે તેમ જણાવી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૈાધરીએ ઉમેર્યુ હતુ કે, કુપોષણ સામેનો જંગ એ કોઇ એક વિભાગનો નહીં, સરકાર, રાજ્ય અને સમાજનો જંગ છે અને આથી જ કુપોષણ સામે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલન અને જનભાગીદારીથી જન આંદોલન ઉપાડ્યુ છે. સામાન્ય રીતે જનસમુદાયમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ૧ સપ્ટેમ્બર થી ૭ સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે નીતિ આયોગના વાઇસ ચેરમેનની અધ્યક્ષતામાં યોજાયેલી નેશનલ કાઉન્સીલની મીટીંગમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં સપ્ટેમ્બર માસમાં ‘રાષ્ટ્રીય પોષણ માહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે.આ તકે શ્રી ચૈાધરીએ બાળકોમાં કુપોષણને નાથવા માટે પાયાના સ્તરેથી નક્કર કામગીરી કરવી પડશે, સાથે પોષણયુક્ત આહાર બાળકોની આદત બનવી જોઇએ તેમ ઉમેર્યુ હતુ.
જાગૃતિ રેલીના સમાપન સ્થળે જૂનાગઢનાં મેયર સુશ્રી આદ્યાશક્તિબેન મજમુદારે જણાવ્યુ હતુ કે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર ભારતમાંથી કુપોષણને દેશવટો આપવા જે જનઆંદોન રૂપી પોષણમાહ ઉજવણી થઇ રહી છે જેનાથી ઘરગથ્થુ રસોઇ અને પોષણક્ષમ આાહર વિષે લોકજાગૃતિ કેળવાશે. સ્થાનિક બજારમાં સહેલાઇથી ઉપલબ્ધ મગફળી અને સોયાબીન જેવા ભરપુર પોષણયુક્ત પદાર્થો વધુ ને વધુ માત્રામાં અને નિયમિત રીતે બાળકોને મળી રહે, ફાસ્ટફુડનાં બદલે આપણી પરંપારગત દેશી વાનગીઓ પણ એટલી જ પોષણક્ષમ હોય તેને પણ જીવનમાં અપનાવવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રીશ્રી દ્વારા દેશમાં બાળકો, માતાઓમાં કુપોષણની સ્થિતીમાંથી મુક્ત કરાવવા અને દેશમાં પોષણની સ્થિતી સુધારવા કુપોષણ મુક્ત ભારત અભિયાન શરૂઆત કરવામાં આવ્યુ છે તેને આવકાર્યુ હતુ.
જિલ્લા પંચાયત મહિલા અને બાળ કલ્યાણ સમિતિનાં અધ્યક્ષા સુશ્રી ઉષાબેન ઘાડીયાએ બાળકો અને કીશોરઓ તથા મહિલાઓમાં જોવા મળતા કુપોષણનાં દાખલાઓ સામે સરકારે જે અભિયાન ઉપાડ્યુ છે તેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જાગૃતિ રેલીમાં ઉપસ્થિત બહેનોને કુપોષણમુક્ત ભારતનાં આ અભિયાનને સાર્થક બનાવવા હિમાયત કરી હતી.
પ્રોગ્રામ ઓફીસર સુશ્રી શારદાબેન દેસાઇએ બાળકો, કિશોરીઓ અને ગર્ભવતી મહિલાના પોષણ ઉપર ભાર મૂકી જણાવ્યુ હતુ કે ‘હર ઘર મે પોષણ ત્યોહાર’ની થીમ સાથે રાજ્યભરમાં ઘર ઘર સુધી પોષણ અંગે જાગૃતિ માટેના જન આંદલોન માટે વિવિધ આયોજનો ઉપરાંત આરોગ્ય, શિક્ષણ, અન્ન નાગરિક પુરવઠા, મધ્યાહ્ન ભોજન યોજના જેવા સરકાર વિવિધ વિભાગોના સંકલન સાથે સપ્ટેમ્બર માસ દરમિયાન આ અભિયાન અંતર્ગત પ્રત્યેક ગામમાં પ્રભાત ફેરી, ગ્રામ સભાનાં આયોજન, નવજાત શિશુ સંભાળ, સ્તનપાન માટે જાગૃતિ, જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોના પોષણ સંદર્ભે ખાસ આયોજન, બાળકો અને મહિલાઓમાં પાંડુરોગની તપાસણી કેમ્પ અને પાંડુરોગના નિવારણ માટે પગલાં, પોષણ, સ્વચ્છતા અને આરોગ્ય કેમ્પોનું આયોજન, શાળાઓમાં વિદ્યાર્થીઓને પોષણ જ્ઞાન મળે તેવા કાર્યક્રમો, આંગણવાડી અને સખીમંડળોના સહયોગથી ખાસ પોષણ ઝૂંબેશ જેવા અનેકવિધ કાર્યક્રમો દ્વારા પોષણ સંદર્ભે લોકજાગૃતિ ફેલાવી આખો સપ્ટેમ્બર માસ હર ઘર મે પોષણ ત્યોહાર બની રહ્યો હતો.
જિલ્લા પંચાયત કેમ્પસ ખાતે જિલ્લાનાં તમામ તાલુકા ઘટકની બહેનોએ લીલા શાકભાજી, કઠોળ-ધાન્ય બીજ અને ફળફળાદીથી ખાસ રંગોળી દ્વારા જીવનમાં પોષક આહારની મહત્તા સમજાવી હતી. આ પ્રસંગે જુનાગઢ શહેર ઘટક દ્વારા વિવિધ પ્રકારની વાનગીનૂં નિદર્શન રજુ કરી પૈાષ્ટીક આહાર અને વ્યંજનોની ભુમીકા વિષયે સંદેશો રજુ કર્યો હતો.જૂનાગઢ શહેરનાં રાજમાર્ગો પરથી નિકળેલ મહિલા જાગૃતિ રેલીમાં ગામે ગામથી પધારેલ બહેનો સાથે જૂનાગઢની માધ્યમિક કક્ષાએ અભ્યાસ કરતી કીશોરીઓએ પણ કુપોષણ મુક્ત ભારત એક જન આંદોલનમાં પોતાની સહભાગીતા વ્યક્ત કરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




