ઉત્તરપ્રદેશના વારાણસીમાં મોલમાં અંધાધૂંધ ફાયરિંગ : બેના મોત

0
12

વારાણસી,તા.૩૧
બનારસના કેન્ટ વિસ્તારમાં બુધવારે એક મોલમાં અજ્ઞાત વ્યક્તિએ અંધાધુંધ ફાયરિંગ કરી છે. શરૂઆતની જાણકારી અનુસાર ગોળીબારમાં બે લોકોના મોત થયાના સમાચાર છે. કેટલાક લોકોના ઘાયલ થવાના સમાચાર પણ છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. તપાસ ચાલુ છે.
એવું કહેવામા આવી રહ્યું છે કે, સાંજે કેન્ટ વિસ્તારમાં આવેલ જેવીએચ મોલમાં અચાનક ફાયરિંગ થવાનો અવાઝ આવ્યો. આનાથી મોલમાં હાજર બધા જ લોકમાં ડર ફેલાઈ ગયો હતો. તહેવારના હોવાથી મોલમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યાં હતા. ગોળીઓની અવાઝ સાંભળતા જ લોકો સુરક્ષિત જગ્યા તરફ ભાગવા લાગ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે, અને કેટલાક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિત હોસ્પિટલમાં દાખલ કરાવવામા આવ્યા છે. તેમની હાલત પણ ગંભીર છે.
ઘટના પર આઈજી રેન્જ વિજય સિંહ મીણા અને ડીએમ સુરેન્દ્ર સિંહ પહોંચી ગયા છે. પોલીસ તપાસ કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY