ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધીના લગ્ન એક્ટર રાજકપૂરની પુત્રી સાથે કરાવવા ઈચ્છતા હતા!

0
22

ન્યુ દિલ્હી,તા.૧
રાજનીતિમાં પ્રભાવશાળી ગાંધી-નહેરૂ પરિવાર અને ફિલ્મી દુનિયાના દિગ્ગજ કપૂર પરિવારના સંબંધો વિશે દુનિયા અજાણ નથી. જાકે, તે ઘણા ઓછા લોકોને ખબર હશે કે, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પોતાના મોટા પુત્ર રાજીવ ગાંધીના લગ્ન દિગ્ગજ દિવંગત એકટર રાજ કપૂરની પુત્રી સાથે કરાવવા ઈચ્છતા હતા.
પત્રકાર રશીદ કિદવઈએ પોતાની પુસ્તકમાં ‘નેતા અભિનેતા : બોલિવૂડ સ્ટાર પાવર ઈન ઇન્દિયા પોલિટિકસ’માં તે વાતોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. તેમને લખ્યું છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને દિગ્ગજ એકટર રહેલ પૃથ્વીરાજ કપૂર ઘનિષ્ઠ મિત્ર હતા. ઇન્દિરા ના મનમાં પણ કપૂર પરિવાર માટે ખુબ જ આદર અને સમ્માન હતા. પુસ્તક અનુસાર, ઇન્દિરા ઈચ્છતા હતા કે બંને પરિવારો વચ્ચેનો સંબંધ દોસ્તીથી આગળ વધે, તેથી તેમને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના લગ્ન રાજ કપૂરની મોટી પુત્રી રિતુ સાથે કરાવવા ઈચ્છતા હતા.
પોતાની પુસ્તકમાં રશીદ લખે છે, એવું નથી કે, ઇન્દિરા ગાંધીને બોલિવૂડ સાથે જાડાયેલ પત્નીની શોધ હતી અથવા ‘સ્ટાર’જેવી ચીજથી તેમને કોઈ લગાવ હતો. તેમના દિલમાં કપૂર પરિવાર માટે આદરભાવ અને પ્રેમ હતો. જાકે, રાજ કપૂરની પુત્રી સાથે રાજીવ ગાંધીના લગ્ન કરવાની ઇન્દિરા ગાંધીની ઈચ્છા પૂરી થઈ શકી નહી. રાજીવ ગાંધી અભ્યાસ અર્થે જયારે બ્રિટનની કેમ્બઝ યૂનિવર્સિટી ગયા, તો ત્યાં તેમની મુલાકાત સોનિયા માયનો (હવે સોનિયા ગાંધી) સાથે થઈ. બંનેમાં પ્રેમ થયો અને પછી તેમને ૧૯૬૮માં લગ્ન કરી લીધા.
રશીદે પોતાની પુસ્તકમાં તે પણ જણાવ્યું કે, રાજ કપૂરની પોતી અને બોલીવૂડની ફેમસ અદાકાર કરીના કપૂરે ૨૦૦૨માં રાહુલ ગાંધીને પોતાની પહેલી પસંદ ગણાવ્યો હતો. રાશીદે તે પણ કહ્યુ કે, કથિત રીતે રાહુલે પણ કરીનાની ફિલ્મો ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ શો’ દેખવામા રસ ધરાવતા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY