કેન્દ્ર સરકારે હાઈકોર્ટમાં કહ્યું,રૂ.૧૦ની નોટ બંધ કરી સિક્કા લવાશે

0
478

ન્યુ દિલ્હી,
આવનારા સમયમાં દસ રૂપિયાની નોટ બધં કરી દેવામાં આવશે અને તેના સ્થાને સિક્કા આવશે. કેન્દ્ર સરકાર તરફથી આ જાણકારી હાઈકોર્ટમાં આપવામાં આવી છે. કોર્ટે કÌšં કે તે નોયોની તપાસ માટે નેત્રહીનોને બોલાવશે. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ સમક્ષ કેન્દ્ર સરકાર તરફથી એએસજી સંજય જૈને કÌšં કે દસ રૂપિયાની નોટનું સ્થાન સિક્કા લેશે. તેમણે કÌšં કે ૨૦ અને ૫૦ રૂપિયાની નોટની ઓળખ સરળતાથી નેત્રહીન શખસ કરી શકે છે. હાઈકોર્ટમાં દાખલ જનહિત અરજીમાં કહેવાયું હતું કે નવી નોટની ઓળખના નિશાન નહીં હોવાને કારણે નેત્રહીનોને ભારે પરેશાની થઈ રહી છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પૂછયું કે તે સોગંદનામું રજૂ કરી આ સિક્કાની ઓળખ એકબીજાથી અલગ કેવી રીતે કરી શકશે.
કોર્ટે સુનાવણી માટે ૭મી માર્ચની તારીખ નક્કી કરી છે. કોર્ટે એએસજીના આ દાવા અંગે કÌšં કે તેઓ અમુક નેત્રહીનોને તેની ઓળખ માટે બોલાવી શકે છે. કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકાર અને આરબીઆઈના વકીલે કÌšં કે નવી નોટોને નિષ્ણાતોના પરામર્શ અને નેત્રહિનો માટે કામ કરનારી અનેક સંસ્થાઓના સુચન પર વિચાર કર્યા બાદ જારી કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર અને આરબીઆઈએ કોર્ટને જણાવ્યું કે ૨૦ અને ૫૦ રૂપિયાની નોટમાં ઓળખ માટે ઉપસેલું નિશાન બનાવવામાં આવ્યું નથી કેમ કે તે ઘણું મોંઘું અને સમય જતાં નીકળી જાય છે. જા કે ૧૦૦ કે તેની ઉપરની મોટી નોટમાં આ ઉપસેલું નિશાન નેત્રહિનો માટે બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત એક, બે, પાંચ અને દસ રૂપિયાના સિક્કાના કિનારે પણ ઓળખ માટે ખાસ નિશાન બનાવવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY