ન્યુ દિલ્હી,તા.૧
પૂર્ણ દેવામાફી અને પાકની યોગ્ય કિંમતો મળે, આ માગને લઈને ખેડૂતો હરિદ્વારથી દિલ્હી માટે કૂચ કરી રહ્યા છે. રવિવાર સાંજ સુધી ખેડૂત યાત્રા યુપીના મુરાદનગર સુધી પહોંચી ગઈ પરંતુ દિલ્હી પોલીસે આને આગળ વધવાથી અટકાવી.
દિલ્હી પોલીસે ખેડૂતોને આ આંદોલનની પરવાનગી આપી નથી. દિલ્હીમાં પ્રવેશ કરવા રોક લગાવી દીધી છે અને દિલ્હીને ચારે તરફથી સીલ કરી દેવાયુ છે. પોતાની માગોને લઈને કેટલાક ખેડૂત સંગઠનો ૨ ઓક્ટોબરે દિલ્હી પહોંચીને રાજઘાટથી સાંસદ સુધી વિરોધ માર્ચ કરવાના છે.
ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ પોતાની પત્નીની સાથે ભારતના પ્રવાસે છે. ૨ ઓક્ટોબરે ગાંધી જ્યંતી છે. રાજઘાટ અને આસપાસના વિસ્તારોમાં હાઈ પ્રોફાઈલ ગતિવિધિને જાતા દિલ્હી પોલીસે કાયદો વ્યવસ્થાના કડક બંદોબસ્ત કર્યા છે. રાજઘાટ અને સાંસદની આસપાસ ચોકસાઈ વધારી દીધી છે. ખેડૂતો પ્રવેશ કરી શકે નહીં જેથી ગાઝીપુર અને મહારાજપુર બોર્ડરને સીલ કરી દીધી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





