કોંગ્રેસ પોતાના બળ પર ૨૦૧૯માં સત્તામાં આવી શકશે નહીં : સલમાન ખુરશીદ

0
58

ન્યુ દિલ્હી,તા.૨૧
કોંગ્રેસના સિનિયર નેતા સલમાન ખુરશીદનું માનવું છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે પોતાના બળ પર સત્તામાં આવવું મુશ્કેલ છે. વિપક્ષી દળોએ ગઠબંધન કોંગ્રેસને રોકવા નહીં પરંતુ ભાજપને રોકવા માટે બનાવવું જાઈએ. ખુરશીદે વધુમાં ઉમેર્યું કે, લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે અન્ય દળોએ પણ ત્યાગ અને બલિદાન અને સમધાન કરવું પડશે. કોંગ્રેસના તમામ નેતા સમજી ગયા છે કે દેશમાં સત્તા બદલવા માટે ગઠબંધન ખૂબ જરુરી છે.
કોંગ્રેસી નેતા સલમાન ખુરશીદે એમ પણ કહ્યું કે, ગઠબંધન માટે સંવાદ જરુરી છે, અને એ માટે કોંગ્રેસ તૈયાર છે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે અન્ય દળો પણ ઉદારતા દાખવે. આજની સ્થિતિમાં કોંગ્રેસ પોતાના બળે સરકાર બનાવી શકે તેમ નથી. જા અમે અમારા બળે સરકાર બનાવવાનું વિચારી તો પાંચ વર્ષ કામ કરવું પડશે. કારણ કે કોંગ્રેસ છેલ્લા ૩ વર્ષથી ગઠબંધન માટે કામ કરી રહી છે. કોંગ્રેસ હવે એકલી ચૂંટણી લડવાનું વિચારતી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY