મુંબઈ,તા.૧
બોલીવૂડ કલાકારો – તનુશ્રી દત્તા અને નાના પાટેકરને સંડોવતા જાતીય સતામણીના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પાટેકરના વકીલે આજે અભિનેત્રી તનુશ્રીને કાનૂની નોટિસ મોકલી છે.
અહેવાલ અનુસાર, નાનાનાં વકીલ રાજેન્દ્ર શિરોડકરે કહ્યુ છે કે તનુશ્રીને લીગલ નોટિસ મોકલી દેવામાં આવી છે અને એને આજે જ એ મળી જશે. નોટિસમાં રાબેતા મુજબની છે, જેમાં એને જણાવાયું છે કે તેં કરેલા આરોપને નકારી કાઢ અને માફી માગ.
શિરોડકરે કહ્યુ કે, તનુશ્રી આટલા વર્ષો બાદ શા માટે આવું બોલે છે એ મને સમજાતું નથી, પરંતુ એમાં એનાં કોઈક કારણો હશે. નાના પાટેકર હાલ મુંબઈમાં નથી. એ પરત પાછા ફર્યા બાદ પત્રકાર પરિષદ બોલાવશે. એ કહે એ જ ખરું. મોટે ભાગે એ મંગળવારે મુંબઈ આવી જશે.
પોતાની પુત્રી તનુશ્રીએ નાના પાટેકર વિરુદ્ધ કરેલા જાતીય સતામણીના આરોપ મામલે તનુશ્રીનાં પિતા તપન દત્તાએ પહેલી વાર મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે જા મુંબઈ પોલીસે એ જ વખતે આરોપી નાના સામે પગલું ભર્યું હોત તો નાના પાટેકરને જેલમાં જવું પડ્યું હોત.
તપન દત્તાએ વધુમાં કહ્યુ છે કે તનુશ્રીએ નોંધાવેલી પોલીસ એફઆઈઆરની વિગતની મને જાણકારી નથી.
૨૦૦૮માં તનુશ્રી સાથે દુર્વ્યવહાર તથા બાદમાં એની કાર પર કેટલાક ગુંડાઓએ કરેલા હુમલાની ઘટના વખતે તનુશ્રીનાં માતા-પિતા ફિલ્મના સેટ પર હાજર હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







