૨૦૧૯ના વર્લ્ડકપ માટે ભારત પ્રબળ દાવેદાર : વસીમ અકરમ

0
13

લાહોર,તા.૧
પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર વસીમ અક્રમે આગામી વિશ્વકપને લઇને મોટું નિવેદન આપ્યું છે. વસીમ અક્રમે આગામી વિશ્વકપમાં ભારત એશિયન ટીમોમાં વર્લ્ડકપ માટેની મોટી દાવેદાર છે તેમ કહ્યુ હતું.
વસીમ અક્રમે કહ્યુ કે, આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં વર્લ્ડકપ યોજાવાનો છે એ જાતા ભારતીય ટીમ હાલ સારું બોલિંગ અને બેટીંગ પ્રદર્શન કરી રહી છે જેને જાતા તે વિશ્વકપની દાવેદાર માનવી રહી. વસીમે આગળ કહ્યુ કે, બીજી બધી એશિયન ટીમો કરતા ભારત ખૂબ આગળ છે.
હાલમાં જ વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમે બાંગ્લાદેશની સામે એશિયા કપ પર કબ્જા મેળવ્યો. જેના કારણે તેની ચારે તરફ વાહવાહી થઇ રહી છે. જાકે પાકિસ્તાનનું પ્રદર્શન કાફી નિરાશાજનક રહ્યુ હતું. આમ છતા વસીમ અક્રમે આશા જીવંત રાખી હતી કે પાકિસ્તાન ટૂંક સમયમાં સારું પ્રદર્શન કરી પરત ફરશે.
પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન પર વસીમ અક્રમે કોમેન્ટ કરી હતી કે, ભારતને રમવા માટે સારો માહોલ મળે છે. તેમની સિસ્ટમ ખૂબ પૈસો લગાવે છે. જેમ કે ઇન્ડિયન પ્રિમિયર લીગ. તેમની પાસે વિદેશમાં રમવાના પણ ચાન્સિસ વધારે હોય છે.
વસીમે જણાવ્યું આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, આઠ મહિના પહેલા આ વાતના નિષ્કર્ષ પર આવી જવુ યોગ્ય નથી, પરંતુ પાકિસ્તાન સારું પ્રદર્શન કરી પણ શકે છે, ટીમે આ માટે બોલિંગ અને બેટીંગ પર ખાસ ધ્યાન રાખવું પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY