કોંગ્રેસ લોકસભામાં પ્રિયા દત્તના સ્થાને નગમાને ટિકિટ આપે તેવી શક્યતા

0
9

ન્યુ દિલ્હી,તા.૨
ફિલ્મ સ્ટાર સંજય દત્તની બહેન પ્રિયા દત્તનુ કોંગ્રેસ પાર્ટીમાંથી પતું કપાઈ ગયુ હોવાની અટકળો થઈ રહી છે. આગામી લોકસભામાં પ્રિયા દત્તની જગ્યાએ ફિલ્મ અભિનેત્રી રહી ચુકેલી નગમાને ટિકિટ આપવાની પણ વાતો ચાલી રહી છે.
પ્રિયા દત્ત કોંગ્રેસમાંથી અત્યાર સુધી મુંબઈની નોર્થ-સેન્ટ્રલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતી આવી છે પણ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસની ટોચની નેતાગિરી પ્રિયા દત્તની નિષ્કીયતાથી નારાજ છે. જેના પગલે તેમને પાર્ટીના સચિવ પદ પરથી પણ હટાવી દેવાયા છે.
રવિવારે સાંતાક્રુઝ વિસ્તારમાં નોર્થ સેન્ટ્રલ સીટ માટે પાર્ટીની મળેલી બેઠકમાં પણ નગમા હાજર રહી હતી.જેના પગલે હવે પ્રિયા દત્તની જગ્યાએ નગમાને આ બેઠક પરથી ચૂંટણી લડાવાય તેવી સંભાવનાઓ છે.
જાકે પ્રિયા દત્તની જે પ્રકારની ઈમેજ છે તે જાતા કોંગ્રેસ માટે પણ નિર્ણય લેવો એટલો આસાન નહી હોય.પ્રિયાની સાથે તેમના પિતા સુનિલ દત્તની પણ ઈમેજ જાડાયેલી છે.પ્રિયા દત્તને સચિવ પદેથી હટાવવા સામે તેમના સમર્થકો નારાજગી જાહેર કરી ચુક્વ્યા છે.
૨૦૧૪ની ચૂંટણી હાર્યા બાદ પ્રિયા દત્તે કોંગ્રેસમાં મીડિયા પ્રભારી અને સચિવની જવાબદારી બરાબર નિભાવી નથી.પાર્ટી દ્વારા ભારત બંધનુ એલાન અપાયુ ત્યારે પણ તે મુંબઈથી દુર હતી

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY