પીએમ મોદી લાલ કિલ્લા પરથી ખોટુ બોલ્યા,આ બાપૂનું અપમાન છે : રાહુલ ગાંધી

0
29

મહાત્મા ગાંધીની જન્મજયંતીએ તેમની કર્મભૂમિ સેવાગ્રામ વર્ધામાં આજે કોંગ્રેસે વ‹કગ કમિટીની બેઠક કરી હતી. આ બેઠક પરથી કોંગ્રેસે વર્ધામાં સંકલ્પ રેલીનું પણ આયોજન કર્યું હતું. આ રેલીમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણાં કોંગ્રેસી દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. રેલીમાં લોકોને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, ગાંધીજીએ સમગ્ર દેશને રસ્તો બતાવ્યો છે. અંગ્રેજા વિરુદ્ધ લડાઈ પણ લડી છે. ગાંધીજીએ તેમના સમગ્ર જીવન દરમિયાન કોઈની સાથે નફરત નથી કરી, કોઈની સાથે ખોટું નથી બોલ્યા અને દરેક લોકો સાથે પ્રેમથી વાત કરી છે. આ રેલી દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. નોંધનીય છે કે, જનતાને સંબંધતા પહેલાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે અહીંજ બપોરનું જમણ લીધું અને ત્યારપછી તેમની થાળી પણ જાતે ધોઈ હતી.
૧૫ ઓગસ્ટે પીએમ મોદીએ કહ્યુ કે, મારા વડાપ્રધાન બન્યા પહેલાં હિન્દુસ્તાનના લોકો ઉંઘી રહ્યાં હતા. મારા વડાપ્રધાન બન્યા પછી હિન્દુસ્તાનના લોકો જાગ્યા છે. આ તેમના શબ્દો છે. હું વિચારી રહ્યો હતો કે, આ વડાપ્રધાન કેવા વ્યકિત છે જે લાલ કિલ્લા પરથી દેશના લોકોને અપમાનિત કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ દરેકના બેન્ક એકાઉન્ટમાં રૂ. ૧૫ લાખ આવશે અને રોજગારી આપવાના મુદ્દે પણ વડાપ્રધાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ કે, પીએમ ખેડૂતો સાથે જુઠ્ઠુ બોલે છે. તેમણે કહ્યુ હતું કે, તેઓ ખેડૂતોને યોગ્ય ભાવ આપશે. રાહુલે ખેડૂતોને કોંગ્રેસ રાજમાં સોયાબીન, કપાસ, તૂવરની દાળના ભાવ જણાવીને સરખામણી કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યુ કે, મોદીએ સમગ્ર દેશની જનતાને એવું કહ્યુ હતું કે, મને દેશનો ચોકીદાર બનાવો, હું દેશનો ચોકીદાર બનવા માગુ છું.
રાહુલે ગાંધી જયંતી પર મોદીના આર્ટીકલનો ઉલ્લેખ કરતાં કહ્યુ કે, તમારા મંત્રી અનિલ અંબાણી જેને તમે એચએએસ પાસેથી રાફેલ કોન્ટ્રાક્ટ છીનવીને આપ્યો હતો. તેમના ખીસ્સામાં રૂ. ૩૦ હજાર કરોડ નાખ્યા. હવે તમે જ કહો તમે કેવી ચોકીદારી કરો છો.
કોંગ્રેસ મહાસચિવ અશોક ગહલોતે કહ્યુ કે, આજે દેશમાં લોકતંત્ર જાખમી છે. રેલીમાં ગુલામ નબી આઝાદે કહ્યુ કે, સરકાર મીડિયા પર હાવી થઈ ગઈ છે. તેઓ સાચાને ખોટું અને ખોટાને સાચુ ગણાવી રહ્યા છે. આજે જે પ્રમાણે નફરતનું વાતાવરણ ફેલાઈ રહ્યુ છે તેનાથી આપણે સંકલ્પ લેવો જાઈએ કે આપણે તેને મૂળથી હટાવી દઈશું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાગપુરમાં આરએસએસ મુખ્યાલય છે. આ સંજાગોમાં કોંગ્રેસે ગાંધીની કર્મભૂમિ સેવાગ્રામથી ૨૦૧૯ માટે રાજકીય એજન્ડા નક્કી કરે તેવી શકયતા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY