મોરબી,તા.૨
અમદાવાદમાં ૧૯ દિવસના ઉપવાસ આંદોલન પછી હાર્દિક પટેલ ફરી મેદાને આવ્યો છે. આજે ગાંધી જયંતિથી હાર્દિક પટેલે ફરી પ્રતિક ઉપવાસનું બ્યુગલ ફુંક્યુ હતું. મોરબી જિલ્લાના બગથળા ગામેથી હાર્દિક પટેલે પ્રતિક ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી. આજે સવારના ૧૦થી સાંજે ૫ વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ કર્યા બાદ જાહેર સભાને સંબોધી હતી. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સાત દિવસમાં ૫ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, ચાર માગણીઓને લઇને આજે મેં પ્રતિક ઉપવાસ બગથળા ગામે કર્યા હતા. છેલ્લુ એક વર્ષ મોરબી માટે કપરૂ રહ્યુ છે. મોરબીમાં પીવાના પાણી અને સિંચાઇના પાણીની તકલીફ પડી રહી છે. તેમ છતાં મોરબી જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી. ગુજરાતના ૨૦૦ તાલુકામાં એક દિવસ ઉપવાસ કરૂ કો ખેડૂતના દીકરાને બાયું ચડાવતા કરી દઉં. મોરબી જિલ્લાનો વિકાસ થયો જ નથી. ગેસના બાટલાના ભાવ ૩૫૦થી ૮૦૦ થયા પરંતુ કપાસના ભાવ ૮૦૦થી ૧૫૦૦ થયા જ નહીં. વાંક મારો અને તમારો છે. કારણ કે આપણે ખરાબ મુખ્યમંત્રીને ચૂંટીને મોકલ્યા છે. બે-અઢી મહિના બાદ ટંકારા-મોરબી આસપાસ ખેડૂત મહાસંમેલન કરીશું. જેમાં ત્રણ લાખ ખેડૂતોને ભેગા કરીશું.
સરકારે ખેતીમાં ૧૦ કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે પરંતુ મળે છે માત્ર ૫ કલાક જ. ચાર વર્ષ પહેલા ડીએપી ખાતરનો ભાવ ૭૫૦ હતો આજે ૧૪૦૦ પર પહોંચ્યો છે. હું દાવો કરૂ છું કે આ સરકાર ૨૭૦૦ સુધી ભાવ પહોંચાડશે. ખેડૂતના આકÂસ્મક મોત પર સરકારે ૨ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આમ સરકારનું સ્પષ્ટ માનવું છે કે, સહાય જાઇતી હશે તો ખેડૂતે મરવું પડશે. કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો કેનાલ પર પગપાળા ચાલી આંદોલન કરીશું.
મોરબીના બગથળા ગામે આજે હાર્દિક પટેલ દ્વારા ૧૦ વાગ્યાથી પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. પ્રતિક ઉપવાસમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરના લોકો ઉમટી પડ્યા હતા. સાથોસાથ કનુ કલસરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ પર પાસના કન્વીનરો પણ જાડાયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





