અકબરને અચાનક કેમ રાજીનામું આપવાનો વિચાર આવ્યો…!!?

0
4

અંતે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના રાજ્ય કક્ષાના વિદેશ પ્રધાન એમ.જે. અકબરે રાજીનામું આપી દીધું. એમ.જે. અકબર સામે થોકબંધ મહિલાઓએ સેક્સયુઅલ હેરેસમેન્ટ એટલે કે જાતીય સતામણીના આક્ષેપો કરેલા. આ આક્ષેપોની શરૂઆત પ્રિયા રામાણી નામની પત્રકાર યુવતીએ કરેલી ને તેની સામે અકબરે બદનક્ષીનો કેસ પણ ઠોકિયો છે. અકબરે દિલ્હીની ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં આ કેસ કર્યો છે ને આ કેસ ટકે એવો છે કે નહીં તેનો નિર્ણય કોર્ટ આજે એટલે કે ગુરૂવારે લેવાની છે. આ ચુકાદો આવે એ પહેલાં જ અકબરે રાજીનામું ધરી દીધું.
અકબરના કેસમાં જે કંઈ થયું એ એન્ટિ ક્લાઈમેક્સ છે કેમ કે અત્યાર લગી અકબર ને ભાજપના નેતાઓ એવી જ રેકર્ડ વગાડતા હતા કે અકબરે કશું કર્યું જ નથી. પ્રિયા રામાણીએ સૌથી પહેલાં મી-ટૂ કેમ્પેઈન હેઠળ અકબર સામે આક્ષેપ કરેલો ને ખળભળાટ મચાવી દીધેલો. અકબર એ વખતે વિદેશમાં હતા તેથી મીડિયાએ ભાજપના નેતાઓને મીડિયાએ સવાલ કરેલા. સુષમા સ્વરાજ કેબિનેટ કક્ષાનાં વિદેશ પ્રધાન છે ને અકબર તેમના તાબેદાર હતા તેથી સૌથી પહેલાં તેમને સવાલ કરાયેલો પણ સુષમાએ તો તેનો જવાબ આપવાની તસદી સુધ્ધાં નહોતી લીધી.
પ્રિયા પછી બીજી છોકરીઓ પણ બહાર આવી ને અકબરના કારનામાની વાતો જારશોરથી ચાલવા માંડી પછી ભાજપના નેતાઓ તેમના બચાવમાં કૂદી પડેલા. એ બચાવ પરથી જ સ્પષ્ટ હતું કે ભાજપ અકબરને ઘરભેગા થવાનું કહે એવી કોઈ શકયતા જ નથી. ભાજપના નેતાઓ અકબર વાંકમાં જ નથી તેવી જ કેસેટ વગાડ્યા કરતા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે તો ત્યાં લગી કહી દીધેલું કે આક્ષેપો તો થયા કરે પણ તેના કારણે કોઈનું રાજીનામું ના લઈ લેવાય. કાલે ઊઠીને મારી સામે પણ આક્ષેપો થશે પણ તેના કારણે કોઈ માણસ દોષિત નથી ઠરી જતો. અકબરે રવિવારે ભારતમાં પધરામણી કરી પછી તરત પત્રકાર પરિષદ કરેલી. તેમની સાથે કામ કરનારી ચાર યુવતીઓએ કરેલા આક્ષેપો અંગે તેમણે ખુલાસા કરેલા ને પછી એમ કહીને સમાપન કરેલું કે પોતે આ મામલે કાનૂની પગલાં લેશે ને રાજીનામું આપવાનો સવાલ જ પેદા થતો નથી.
આ વાત રવિવારની છે ને માત્ર ત્રણ દાડામાં જ અકબરનો અંતરાત્મા જાગી ગયો ને તેમણે રાજીનામું ધરી દીધું. અકબરે રાજીનામાની જાહેરાત કરતી વખતે આપેલા નિવેદનમાં ડહાપણ ડહોળ્યું છે કે મેં ન્યાય મેળવવા કોર્ટમાં અરજી કરી છે ને વ્યકિતગત રીતે આ અરજી કરી છે ત્યારે મને રાજીનામું આપવાનું યોગ્ય લાગ્યું છે. મારી સામે થયેલા ખોટા આક્ષેપો મારે વ્યÂક્તગત રીતે જ લડવું જાઈએ એવું મને લાગ્યું છે તેથી મેં રાજ્ય કક્ષાના વિદેશ પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. અકબરે પડ્યા તોય ટંગડી ઊંચી રાખવાની કોશિશ કરી છે ને તેમનું આ નિવેદન દંભનો નાદાર નમૂનો છે. હજુ ત્રણ દાડા પહેલાં તો અકબર પોતે નિર્દોષ હોવાનું ગાણું ગાતા હતા ને રાજીનામું આપવાનો સવાલ જ પેદા થતો નથી એવું કહેતા હતા. આ ત્રણ દાડામાં દેખીતી રીતે એવું મોટું કશું નવું બન્યું નથી કે જેના કારણે અકબર કે ભાજપના વલણમાં કોઈ ફેરફાર થાય. અકબરે ચોખવટ કરી એ વખતે ચાર યુવતીઓએ તેમની સામે આક્ષેપો કરેલા ને અત્યારે એ આંકડો વીસ પર પહોંચ્યો છે. આ આંકડો ભલે વધ્યો પણ તેના કારણે અકબરનું વલણ બદલાયું નથી. અકબર એ વખતે પણ એવું જ કહેતા હતા કે મારી સામેના આક્ષેપો ખોટા છે ને મને ફસાવવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણી ટાણે જ આ બધાં તૂત પોતાને બદનામ કરવા ઊભા કરાયાં છે તેવું પણ અકબરે કહેલું. અકબર આ રેકર્ડ અત્યારે પણ વગાડે જ છે ને પોતાને નિર્દોષ ગણાવે જ છે. તો પછી શું ફરક પડ્યો ? કોઈ ફરક નહીં.
બીજું એ કે અકબર એ વખતે જે બચાવ કરતા હતા એ વ્યકિતગત રીતે જ કરતા હતા કેમ કે કોઈ યુવતીએ તેમની સામે રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી તરીકે તેમણે બદતમીઝી કરી છે તેવો આક્ષેપ નહોતો કર્યો. એ વખતે પણ આક્ષેપ તો અકબર અખબારોમાં તંત્રી હતા ત્યારે બદતમીઝી કરેલી એવા જ થયેલા. અકબરે વિદેશ મંત્રાલયની ઓફિસમાં બોલાવીને કશું ખરાબ કર્યું છે એનું તો એ વખતે પણ કોઈએ નહોતું કહ્યું ને આજેય કોઈ નથી કહેતું. અકબરે એ વખતે પણ વ્યકિતગત રીતે જ આ લડાઈ લડવાની હતી ને અત્યારે પણ એ જ રીતે લડવાની છે તો શું ફરક પડ્યો ? અકબર પોતાને હજુ નિર્દોષ ગણાવતા હોય તો તેમણે રાજીનામું ના આપવું જાઈએ ને એ છતાં તેમણે રાજીનામું આપ્યું છે. અથવા રાજીનામું આપવું પડ્યું છે ને તેની પાછળ શું કારણ છે એ સમજવાની જરૂર છે.
અકબરે રાજીનામું આપવું પડ્યું તેનું કારણ એ છે કે ભાજપની ફાટી ગઈ છે. અકબર સામે પહેલો આક્ષેપ થયો ત્યારે કાંગ્રેસે આ મામલે ભારે કકળાટ કરેલો. કાંગ્રેસે નૈતિકતાના મામલે અકબરનું રાજીનામું માંગેલું પણ ભાજપે બહુ ઉત્સાહ નહોતો બતાવ્યો. ભાજપની એ પરંપરા જ છે કે ગમે તેવા આક્ષેપો થાય તોય સત્તા પર તો ચીટકી જ રહેવું. જેને જે કહેવું હોય એ કહે ને જેને જે ઉખાડવું હોય એ ઉખાડી લે પણ આપણે હલવાનું નહીં. ભ્રષ્ટાચારનો આક્ષેપ હોય કે ધોતિયાના ઢીલા નેતાઓની કામલીલાની વાત હોય, ભાજપ આ રીતે જ વર્તે છે. અકબરના કિસ્સામાં પણ ભાજપ એ રીતે જ વર્તેલો. એ વખતે ભાજપ એવા તોરમાં હતો કે, આ બધી વાતો બહુ બહુ તો ચાર દાડા ચાલશે ને પછી બધું હવાઈ જશે. લોકો પણ બધું ભૂલી જશે ને અકબર સામેનું તોફાન ચાના કપનું તોફાન સાબિત થશે.
ભાજપની આ માન્યતા સાવ ખોટી પડી ને ધીરે ધીરે અકબર સામેના આક્ષેપો વધતા ગયા. અકબર સામે પહેલાં ચાર જ યુવતીઓએ ફરિયાદ કરેલી પણ ધીરે ધીરે આ આંકડો વધીને વીસ પર પહોંચ્યો. અકબરે જ્યાં ને ત્યાં એકાઉન્ટ ખોલ્યાં હોય ને ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા જેવી હાલત કરી છે એ પણ ખબર પડવા માંડી. ભાજપના નેતાઓએ પ્રિયા રામાણીને હૂલ આપવા માટે અકબરને તેની સામે બદનક્ષીનો કેસ ઠોકવાની સલાહ આપેલી. અકબરે કહ્યાગરા થઈને કેસ તો ઠોકી દીધો પણ પછી ભાજપને ભાન થયું કે આ તો ભરાઈ ગયા. અકબરે કેસ કર્યો એ પછી પ્રિયાએ તો લડવાનો હુંકાર કર્યો જ પણ બીજી વીસ પત્રકાર યુવતીઓ પ્રિયા રામાણીના સમર્થનમાં બહાર આવી. હવે આ બધી યુવતીઓ અકબર સામે સામો કેસ ઠોકી દે તો શું હાલત થાય ? અકબર વિદેશ મંત્રાલયની ઓફિસમાં ઓછા ને કોર્ટમાં વધારે દેખાય. એ તો હજુ સમજ્યા પણ હજુ આ સિલસિલો ચાલુ રહે તો શું ? હજુ બીજી યુવતીઓ આવા જ આક્ષેપો સાથે બહાર આવે ને અકબર સામે કેસ ઠોકે તો શું ? રોજ સવાર પડે ને ભાજપની આબરૂનો ફજેતો થાય ને ભાજપના નેતાઓએ બધાં કામ બાજુ પર મૂકીને અકબરની રૂબાઈઓ ગાવી પડે, ચોખવટો કર્યા કરવો પડે.
કોર્ટમાં પાછી ઘણી બધી એવી વાતો બહાર આવે કે જે ટિવટર પર લખી શકાય એવી ના હોય ને તેનું રિપો‹ટગ પણ થવાનું. મીડિયામાં અકબરના મિત્રો હશે પણ બધા મિત્રો નથી. આ સંજાગોમાં અકબરની જીવનકથાનાં આ પાનાંની વાતો લોકોને તો મજા કરાવે જ પણ વિરોધપક્ષોને પણ જલસો કરાવી દે. રોજ સવાર પડે ને પોતાની નવી સાહસકથા બહાર આવે એ બધું સહન કરવાની અકબરની તૈયારી કદાચ હોય પણ ભાજપને દર અઠવાડિયે આ રીતે પોતાના મંત્રીનાં લૂગડાં જાહેરમાં ધોવાય એ માફક ના આવે.
લોકસભાની ચૂંટણીને આઠ મહિના છે ને આપણે ત્યાં ન્યાયતંત્રની ગતિ જાતાં ત્યાં લગી આ વાતો ચાલે જ. ભાજપને એ બધું ચૂંટણીમાં ભારે પડે. અકબર નિર્દોષ કે દોષિત સાબિત થતાં થાય પણ અત્યારે તો લોકોને એવું જ લાગે કે ભાજપે આવાં છાપેલાં કાટલાંને છાવર્યો છે. આ માહોલમાં ભાજપે અકબરને રવાના કર્યા વિના છૂટકો જ નહોતો. ભાજપને મોડે મોડે ડહાપણ આવ્યું એ સારી વાત છે પણ અત્યાર લગી સારું એવું નુકસાન થયું જ છે. અકબર હજુ ભાજપમાં જ છે એ જાતાં ભાજપે તેમનો બોજ હજુ વેંઢારવાનો છે એ જાતાં આ નુકસાન વધી પણ શકે. ભાજપ તેનો શું તોડ કાઢે છે એ જાઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY