ન્યુ દિલ્હી,તા.૩
રાફેલ વિમાનનની ખરીદી પર ફરી એક વખત ભારતીય વાયુસેનાએ જવાબ આપ્યો છે. વાયુસેના વડા બી એસ ધનોઆએ આખી ડીલને ક્લીન ચીટ આપીને કહ્યું છે કે ભારતને આ ડીલના કારણે સારુ પેકેજ અને બીજા ઘણા ફાયદા મળ્યા છે.
કોંગ્રેસ દ્વારા રાફેલ ડીલ સામે ઉઠાવવામાં આવી રહેલા સવાલો વચ્ચે વાયુસેનાના વડાએ પણ સરકારી દાવાઓને જ લગભગ દોહરાવ્યા હતા અને કહયુ હતુ કે રાફેલ એક ગેમ ચેન્જર વિમાન છે અને સરકારે તેની ખરીદીનો બહાદુરીભર્યો નિર્ણય લીધો છે.
સરકારની જેમ વાયુસેના ચીફે પણ વિમાન બનાવતી ભારતની સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પર સવાલો ઉઠાવતા કહ્યું હતુ કે સુખોઈ વિમાન બનાવવામાં પહેલેથી જ ત્રણ વર્ષ આપણે લેટ છે. જ્યારે જગુઆર બનાવવામાં ૬ વર્ષનો વિલંબ થયો હતો. જ્યારે લાઈટ કોમ્બેટ એરક્રાફટ બનાવવામાં પણ મોડુ થઈ રહ્યું છે.
તેમણે એમ પણ કહ્યું હતુ કે રાફેલ વિમાન બનાવતી ફ્રેંચ કંપની દસોલ્ટે જ ઓફસેટ પાર્ટનરની પસંદગી કરવાની હતી. તેમાં વાયુસેના કે સરકારનો કોઈ રોલ જ નથી.
આપને જણાવી દઈએ કે, વાયુસેના પ્રમુખનું આ નિવેદન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણકે, વિરોધ પક્ષ કોંગ્રેસ મોદી સરકાર પર આરોપ લગાવી રહી છે કે, કેન્દ્ર સરકારે નવી કંપની રિલાયન્સ ડિફેન્સને આ સોદામાં ભાગીદાર કંપની બનાવવા દબાણ કર્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



