ભારત-અમેરિકાની તુલનાએ બાંગ્લાદેશમાં અમીરો ઝડપથી વધી રહ્યા છે : રિપોર્ટ

0
11

ન્યુ દિલ્હી,તા.૩
દુનિયામાં અમીરોની સંખ્યા ભારત, ચીન અને અમેરિકામાં નહીં પરંતુ બાંગ્લાદેશમાં ઝડપથી વધી રહી છે. દુનિયાના પૈસાદાર લોકોનો ડેટા રાખનારી માર્કેટ રિસર્ચ ફર્મ વેલ્થ એક્સના તાજેતરના વિશ્લેષણમાં આ વાત સામે આવી.
વેલ્થ એક્સ મુજબ, છેલ્લા પાંચ વર્ષોમાં બાંગ્લાદેશમાં અલ્ટ્રા હાઈ નેટવર્થ કેટેગરીમાં સામેલ થનારા લોકોનો દર અમેરિકાની તુલનામાં બે ગણાથી વધારે છે. અલ્ટ્રા હાઈ નેટવર્થ કેટેગરીમાં તે લોકો સામેલ છે, જેમની કુલ સંપત્તિ ત્રણ કરોડ ડોલર એટલે કે ૨૦૦ કરોડ રૂપિયાથી વધુ હોય છે. તેમને અલ્ટ્રા રિચના નામથી ઓળખવામાં આવે છે.
વેલ્થ એક્સ મુજબ, એશિયામાં આર્થિક પ્રવૃત્તિઓ વધવાના કારણે અહીં નવા પૈસાદારોની સંખ્યા યૂરોપ અને અમેરિકાની તુલનામાં ઝડપથી વધી રહી છે. ખાસ કરીને ચીન અને ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં અલ્ટ્રા હાઈ નેટવર્થ કેટેગરીવાળા અમીરોની સંખ્યા ૧૦%થી વધુ થઈ છે. બાંગ્લાદેશને લઈને એક રસપ્રદ તથ્ય એવું પણ છે કે વર્લ્ડ બેંક મુજબ દુનિયાના ૨૪.૩% ગરીબ અહીં વસે છે. જાકે, વધતા શહેરીકરણ, એક્સપોર્ટ, પ્રોડક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપથી વધતા રોકાણથી આ તસવીર બદલાઈ છે. બાંગ્લાદેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ૨૫૫ લોકો અલ્ટ્રા હાઈ નેટવર્થ કેટેગરીમાં સામેલ થયા છે.
રિપોર્ટ મુજબ, પરોપકાર માટે દાન આપવાના મામલે પૈસાદાર લોકો શિક્ષણ ક્ષેત્રને સૌથી વધુ મહત્વ આપે છે. જાકે, બીજા સામાજિક કાર્યો માટે ખાન આપવાના મામલે અલ્ટ્રા રીચ પુરષોની તુલનામાં મહિલાઓ મોટી સંખ્યામાં અગ્રેસર છે. પર્યાવરણ અને કલા-સંસ્કૃતિના ક્ષેત્રમાં દાન આપવામાં પણ અમીર મહિલાઓ જ અગ્રેસર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY